News of Thursday, 15th August 2024
આણંદના પેટલાદમાંથી વિદેશી દારુ ઝડપાયો : 15 લાખ 60 હજારનો મુદ્દામાલ જપ્તકરાયો
સુણાવ ગામે કુંભારીયા નજીક ગોડાઉનમાંથી વિદેશી દારૂની 7 બોટલો ઝડપી હતી અને સાથે 60 બીલ વગરની ઘરઘંટી ઝડપાઈ

આણંદના પેટલાદમાંથી વિદેશી દારુ ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પેટલાદના સુણાવ ગામેથી વિદેશી દારૂની બોટલ અને બીલ વગરની ઘરઘંટીનો મોટો જથ્થો ઝડપાયો છે. ત્યારે આ મામલે પોલીસે વધુ હાથ ધરી છે.
પેટલાદના સુણાવ ગામે કુંભારીયા નજીક ગોડાઉનમાંથી વિદેશી દારૂની 7 બોટલો ઝડપી હતી અને સાથે 60 બીલ વગરની ઘરઘંટી ઝડપાઈ છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન આ વિદેશી દારૂની બોટલ અને ઘરઘંટીનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હર્ષિલકુમાર જનકભાઈ પટેલ જે સુણાવ સામે રહે છે, તેની વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને આ સાથે બીલ વગરની 60 નંગ ઘરઘંટી સહિત કુલ 15 લાખ 60 હજારનો મુદ્દામાલ તપાસ દરમિયાન કબ્જે કર્યો છે.
11 ઓગસ્ટે પંચમહાલમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયુ હતુ. પંચમહાલની મઘાસર GIDCમાંથી આ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું હતુ. રાજસ્થાન સહિતના અન્ય રાજ્યમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મગાવીને ધંધો કરવામાં આવી રહ્યો હતો
દારૂના જથ્થાનો સંગ્રહ કરીને તેને હાલોલ અને વડોદરા સહિત આજુબાજુના ડીલર સ્પોટ પર મોકલવામાં આવ્યો હતો. જો કે પોલીસને જોઈને કેટલાક આરોપીઓ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ત્યારે પોલીસે છાપો મારી દારૂના જથ્થાની સાથે એક છોટા હાથી, એક કન્ટેનર, બાઈક સાથે બે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
