News of Thursday, 15th August 2024
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગરમાં આયોજીત ૪૮માં જ્ઞાનસત્રમાં
ગૌરીપૂજન સ્વરૂપે ૧૦૮ દીકરીઓને વિદ્યાસહાય અર્પણ

અમદાવાદ તા. ૧૫ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP દ્વારા સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી છેલ્લા પંદર વર્ષથી ૧૦૮ દિકરીઓને વિદ્યાસહાય અર્પણ કરવામાં આવે છે. આ વિદ્યા સહાય પરમ પૂજ્ય જોગી સ્વામીજીની સ્મૃતિમાં દર વર્ષે અમદાવાદ ગુરુકુલ ખાતે આયોજિત જ્ઞાનસત્ર પ્રસંગે અર્પણ કરવામાં આવે છે.
તા. ૬ થી ૧૨ ઓગષ્ટ દરમિયાન અમદાવાદ ગુરુકુલ ખાતે વિવિધ સાધનાયુક્ત આયોજનોથી સભર જ્ઞાનસત્રનું આયોજન થયું હતું. આ જ્ઞાનસત્ર દરમિયાન જે પરિવારમાં અર્થિક પરિસ્થિતિને લીધે અભ્યાસમાં મુશ્કેલી અનુભવાતી હોય એવા પરિવારની ૧૦૮ દીકરીઓનું સાંખ્યયોગી બહેનોના હસ્તે ગૌરી પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ દરમિયાન વિદ્યાભ્યાસ માટે થતા ખર્ચમાં મદદરૂપ થવાય એવા આશયથી આર્થિક વિદ્યાસહાય અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ અને પ્રવર્તનીયા સદ્વિદ્યાના સંદેશને અનુસરીને સંસ્થા અનેકવિધ સેવાકાર્યો કરે છે. જેના ભાગરૂપે આજે ગૌરી પૂજન સ્વરૂપે દીકરીઓનો સત્કાર કરીને સંસ્થા ગૌરવ અનુભવે છે. દીકરીઓ સર્વ રીતે તૈયાર થાય એ આજના સમયમાં ખૂબ આવશ્યક છે. માટે જ દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે દીકરીઓ માટે ગુરુકુલની શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રસંગે એક સાથે ૧૦૮ દીકરીઓના થતા પૂજનને નિહાળી ઉપસ્થિત હજારો ભક્તોએ આ દિવ્ય ઘટનાને તાલીઓના નાદથી વધાવી લીધી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
