<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

ઓહોહો.... સુરતમાં બે લાખની રાખડી

સોના-ચાંદીની રાખડીઓ બજારમાં આકર્ષણનું કેન્‍દ્ર બની, જવેલર્સની દુકાનોમાં ૪૦૦ રૂ.થી બે લાખની કિંમતની રાખડીઓ

અમદાવાદઃ રક્ષાબંધનના તહેવારને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે બજારમાં રાખડીઓની માંગ વધી છે. આ વર્ષે બજારમાં વિવિધ ડિઝાઇન, મટિરીયલની રાખડી વેચાઇ રહી છે. મહત્વનું છે આ વર્ષે બજેટ આવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.

સોના - ચાંદીની રાખડીઓ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ડાયમંડ સિટી સુરતમાં સોના-ચાંદીની રાખડી સાથે પ્લેટિનિયમ અને CVD ડાયમંડની રાખડી પણ બનાવવામાં આવી છે. જ્વેલર્સ દ્વારા રૂપિયા 400થી લઇને 2 લાખની કિંમતની રાખડીઓ વેંચાઇ રહી છે.

તો કેટલાક લોકોએ પોતાના મનપસંદની રાખડી બનાવવા માટે અગાઉથી જ ઓર્ડર આપ્યો છે. ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખી ટુ ઇન વન રાખડીઓ પણ બનાવાઇ છે. ધાર્મિક ચિન્હો, ફ્લાવર, ભગવાનના તેમજ અલગ અલગ આકારની રાખડીઓ ટ્રેન્ડી બની છે.

(1:54 PM IST)