<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

ગુજરાતમાં કાલે શુક્રવારથી બુધવાર સુધી સામાન્ય વરસાદ પડશે:જાણો ક્યાં ક્યાં જીલ્લામાં ક્યારે કરાઈ છે આગાહી?

અમદાવાદ:ગુજરાતમાં વરસાદ નહિવત વરસી રહ્યો છે. અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છેકે આગામી 6 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે 20 અને 21 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અમુક ભાગોમાં જ વરસાદ થઇ શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં 20 અને 21 ઓગસ્ટે વરસાદ થવાની શક્યતા જણાતી નથી.

જ્યારે કાલે ૧૬ ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસરી, વલસાડ જિલ્લામાં ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી,દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

શનિવારે 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસરી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

રવિ-સોમ તા.18 અને 19 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસરી, વલસાડ જિલ્લામાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે.

20 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસરી, વલસાડ જિલ્લામાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. 20 ઓગસ્ટના રોજ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદ અંગેની કોઇ આગાહી કરાઈ નથી.

બુધવાર તા.૨૧ ઓગસ્ટના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસરી, વલસાડ જિલ્લામાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. 21 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદ અંગેની કોઇ આગાહી કરાઈ નથી.

(6:29 PM IST)