<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ફરજ દરમિયાન એકાંતમાં ન ફરો', કોલકાતા રેપ ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પરિપત્ર

મહિલા હેલ્પ લાઈન નંબર પર જાણ કરવી : પરિચિત લોકો સાથે રહેવું સહિતના નિયમોનું પાલન કરવા આદેશ કરાયો : મેડીકલ કોલેજો જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું

અમદાવાદ તા.૧૬ : કોલકાતાની દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર દેશભરમાં ઠેર ઠેર રેસિડેન્ટ ર્ડાક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ર્ડાક્ટરોનાં આક્રોશ વચ્ચે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મેડીકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓની જવાબદારી કોલેજની હોય છે. ત્યારે એકાએક આવો પરિપત્ર કરી મેડીકલ કોલેજો જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહી છે. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

તાજેતરમાં કોલકત્તાની આરજી કર મેડીકલ કોલેજમાં મહિલા ર્ડાક્ટર પર રેપ બાદ હત્યાનાં બનાવનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આ બનાવની ગંભીર નોંધ લેતા ગુજરાત સરકાર દ્વારા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ તથા વિવિધ વિભાગોમાં જુનિયર/ સિનીયર રેસીડન્ટ મહિલા ર્ડાક્ટરો ફરજ બજાવે છે. 

    તેઓને પોતાની સુરીક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા જણાવવામાં આવે છે.જેમાં વિદ્યાર્થીનીઓ તથા મહિલા રેસીડન્ટ ર્ડાક્ટરોએ એકાંતમાં ન રહેતા અન્ય પરિચિત મહિલા સાથે રહેવું.

રાત્રીનાં સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું

તેમજ ફરજ દરમ્યાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા જરૂરી છે. તેમજ રાત્રીનાં સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું અને જરૂરી હોય તો અન્ય એક-બે પરિચિત વ્યક્તિ સાથે જવાનું રાખવું.

હોસ્ટેલ કે કોલેજ તથા હોસ્પિટલમાં કોઈ અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવર-જવર જણાય તો સાવચેત રહી તાત્કાલિક સક્ષમ ઉપરી અધિકારીને કે નજીકની વ્યક્તિને અથવા તો મહિલા હેલ્પ લાઈન નંબર 181 પર જાણ કરવી.

(12:25 PM IST)