<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ગુજરાતમાં હળવો-ભારે વરસાદ યથાવત : વડોદરા ના સિનોરમાં દોઢ ઇંચ : પંચમહાલનાં શહેરામાં અને છોટાઉદેપુરનાં નસવાડીમાં અડધો ઈંચ : 36 તાલુકામા વરસાદ વરસ્યો

સર્વત્ર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસતો વરસાદ : ક્યાંક ભારે તો ક્યાંક ઝાપટા રૂપે વરસી જાય છે

અમદાવાદ તા.૧૬ : રાજ્યમાં આજે પણ છૂટો છવાયો વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારે પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદ નોંધાવા પામ્યો હતો.

રાજ્યમાં આજે 21 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. વહેલી સવારે 6 વાગ્યાથી સવારનાં 8 વાગ્યા સુધીમાં વરસાદી માહોલ છવાયો હતો.

19 તાલુકામાં એક મીમીથી 9 મીમી વરસાદ નોંધાયો

પંચમહાલનાં શહેરામાં અડધો ઈંચ, છોટાઉદેપુરનાં નસવાડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 19 તાલુકામાં એક મીમીથી 9 મીમી વરસાદ નોંધાયો હતો. 

24 કલાકમાં રાજ્યનાં 36 તાલુકામાં છૂટો છવાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 36 તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. 

જેમાં સૌથી વધુ વરસાદ વડોદરાનાં સિનોરમાં 34 મીમી, પંચમહાલનાં ગોધરામાં 17 મી મી, વડોદરાનાં કરજણમાં 15 મીમી, નર્મદાનાં ટીલકવાડામાં 15 મીમી, પંચમહાલનાં શહેરામાં 10 મીમી અને મહિસાગરનાં લુણાવાડામાં 10 મીમી વરસાદ પડ્યો હતો.

(1:01 PM IST)