<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમરેલીના પૂર્વ SP જગદીશ પટેલ, પુર્વ ધારાસભ્‍ય નલિનભાઈ કોટડીયા, PI અનંત પટેલ સહિત નવ કોન્‍સ્‍ટેબલને અપહરણના ગુનામાં દોષિત જાહેર થતા ખળભળાટ : આજીવન કેદ? : ૨૦૧૮માં સુરતના શૈલેષ ભટ્ટનું ગેરકાયદેસર અપરણ કરી ગાંધીનગર પાસેના ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બીટકોઈન અને ખોટી રકમનો તોડ કર્યો હોવાની શૈલેષ ભટ્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી જેનો આજે અમદાવાદ સેસન્‍સ કોર્ટે દોષિત હેવાનો ચુકાદો આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.વધુ વિગતો મેળવાય રહી છે.(વિજય વસાણી અકિલા) દરમિયાન ટીવી૧૩ના અહેવાલ મુજબ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જયારે પુરાવાના અભાવે જતીન પટેલ નિર્દોષ જાહેર થયા છે. સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યુ છે2:03 PM IST

ભુવાએ કીધું છે ‘તમારો દિકરો દાગીના ચોરશે,એને અટકાવવા વિધી કરાવો', માસીને છેતરી જીજ્ઞાશા ૨૦.૫૦ લાખના દાગીના બઠ્ઠાવી ગઇ! : કુવાડવાના બેટી ગામના ભારતીબેન બાંભણીયાના દિકરા મિતેષની સગાઇ તૂટતા ગુમસુમ રહેતો હતોઃ ભારતીબેને રાજકોટથી ઘરે આવ-જા કરતી માસીયાઇ બહેનની દિકરી જીજ્ઞાશાને વાત કરતાં તેણે ભુવા પાસે જોવડાવાના બહાને આચરી લીધી છેતરપીંડી : સાડીના પોટલામાં દાગીના મુકી અગરબત્તી કરી, માસી ભારતીબેનને દરવાજા બહાર ઉભા રાખી પછી પોટલુ કબાટમાં મુકી દેવા કહ્યું: આઠ મહિના બાદ પોટલુ ખોલતાં માત્ર ચાંદીના દાગીના નીકળ્‍યા સોનાના ગાયબ હતાં: એરપોર્ટ પોલીસમાં ગુનો નોંધાતા તપાસ : જીજ્ઞાશા સિતાપરાએ દાણા જોવડાવવાના બહાને માસીના બે દિકરા મિતેષ અને પ્રશાંત પાસેથી ઓનલાઇન ૩,૨૨,૩૨૦ પણ પડાવી લીધાઃ દાગીના-રોકડ પાછા આપી દેશે તેવી બાહંધરી આપી પણ કંઇ પાછુ ન દેતાં અંતે ફરિયાદ : ઠગાઇથી મેળવેલા લાખોના દાગીના જીજ્ઞાશાએ મુથુટ ફાયનાન્‍સમાં મુકી દીધા! : દિકરો ઘરમાં ચોરી કરે જ નહિ એવો વિશ્વાસ હોવા છતાં ભારતીબેન ભાણેજ જીજ્ઞાશાની વાતોમાં આવી ગયા અને વિધી માટે રાજી થતાં છેતરાઇ ગયા2:55 PM IST

માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને ધમકાવી ખંડણી માંગીઃ કથિત પત્રકારની ધરપકડ : મીસ્‍ટર ખાન તમે આ બાબતને આવી રીતે હેન્‍ડલ કરી શકતા નથી, તમારી ઇમેજ બગડી જશે ડીપાર્ટમેન્‍ટ તમોને કયાંક ખુણામાં નાખી દેશે, જ્‍યાં કદાચ તમારી પાસે કોઈ કર્મચારી પણ ન હોય કે વ્‍યવસ્‍થિત ટેબલ, ખુરશી કે કચેરી પણ ન હોય... : ડીસીબી પોલીસમાં અધિકારી ઇમ્‍તિયાઝ ખાનની ફરિયાદ પરથી રાજેશ હિંગોળ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી લેવાઇ : રાજેશે કહેલું-સાહેબ હું તમારી પાસે વારંવાર આવુ છુ, પરંતુ આપની પાસે ટાઇમ ન હોઇ વાત થયેલ નથી, આપને સ્‍પષ્ટ કહુ છુ કે, હું આપની વિભાગીય કચેરીના વહીવટ બાબતે આવેલ છું, આપની પેટા વિભાગીય કચેરીના રૂ.૧૦ હજાર પેટે કુલ રૂ. ૫૦ હજારની રકમ મારે હપ્‍તા તરીકે જોઇએ છે!4:21 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST