<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

૩૪૦+૧૨ (ગત સપ્‍તાહ) પછી વિવિધ કેટેગરીનાં વધુ પોણો ડઝન પાસાનાં પીંજરે પુરાયા

પીસીબી, એસઓજી, ડીસીબી બ્રાન્‍ચ એક્‍ટિવ મોડમાં સીપી દ્વારા મૂકી દેવામાં આવી, વાયરલ ન્‍યુઝની વિશેષ વાતો અનુભવી પીઆઇ અકિલા સમક્ષ વર્ણવે છે :સુરતમાં અસામાજિક તત્‍વો સામેના જંગમાં અનુપમસિંહ ગેહલોત બપોર પછી જે વિસ્‍તારની ફરિયાદ હોય તે પોલીસ મથકમાં દરરોજ બેસે છેઃ પીઆઇ આર.એસ.સુવરા

 

રાજકોટ તા.૧૬: સમગ્ર ગુજરાતમાં જેની ખૂબ ચર્ચા છે તેવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ૩૪૦ પ્રજાને પિડતા લોકો વિરૂદ્ધ પાસા અંતર્ગત કાર્યવાહી કરી જેલમાં મોકલી દેવાયા બાદ ગત સપ્તાહે એક ડઝન લોકોને પાસામાં ધકેલાયા બાદ વધુ ૧૬ લોકોને પાસામાં ધકેલાયેલ હોવાનું જેમની બ્રાન્‍ચ દ્વારા આખી કાર્યવાહી માટે ખાસ ટીમો કાર્યરત બની છે તેવા પીસીબી પીઆઇ આર.એસ. સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

સુરતના લોકો જેને અસામાજિક તત્‍વોથી જેલ ભરો આંદોલન તરીકે ઓળખવામાં આવે છે, તેવી આ ઝુંબેશ અંતર્ગત પીઆઇ આર. એસ. સુવેરાએ જણાવેલ કે, અસામાજિક તત્‍વો સામે, સાયબર માફીયાઓ, વ્‍યાજખોરો , ડ્રગ માફિયા, હથિયાર સોદાગરો વિરૂદ્ધ એક વિશેષ રણનીતિ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે, તેઓ દ્વારા જણાવેલ કે, પોલીસ કમિશનરશ્રી દ્વાર એક સર્વે કરાવી જે વિસ્‍તારમાં લોકોનો કોઈ પ્રશ્ને ફરિયાદ હોય તે વિસ્‍તારના લોકોની ફરિયાદ અને તેના નિકાલ માટે બપોર પછી આવા પોલીસ મથકમાં દરરોજ પોહચી જાય છે. રોલકોલ પણ જાતે લેતા હોવાથી પ્રજા મારફત પોલીસ એલર્ટ બની છે. પીસીબી/ એસઓજી/ ડીસીબી જેવી બ્રાન્‍ચોને વિશેષ જવાબદારી સુપ્રત કરતાં અદભુત પરિણામ આવ્‍યા છે.

(3:10 PM IST)