<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ચાતુર્માસની એકાદશી પ્રસંગે SGVP હોસ્ટેલમાં રહેતા ૧૪૫ વિદ્યાર્થીઓ ઉપવાસમાં અને ૨૦ વિદ્યાર્થીઓ ધારણા પારણામાં વ્રતમાં જોડાયા

અમદાવાદતા.૧૬ SGVP ગુરુકુલ સંસ્થાના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની દીર્ઘદ્રષ્ટિ અને પ્રેરણાથી સાકર થયેલ SGVP ગુરુકુલ સંકુલમાં ધર્મજીવન ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે ૨૦ ઉપરાંત દેશોના ૪૦૦ વિદ્યાર્થીઓ તથા નિરમા યુનિવર્સિટી અને અન્ય કોલેજોમાં ભણતા ૨૦૦ વિદ્યાર્થીઓ મળી 600 વિદ્યાર્થીઓ જીવનમૂલ્યસભર વાતાવરણમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.

હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં ચાતુર્માસ દરમ્યાન અધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિવિધ તપશ્ચર્યાનું મહત્ત્વ બતાવાયું છે. જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ અને માનસિક શક્તિનો વિકાસ થાય છે.

આ હોસ્ટેલના સંચાલક કુંજવિહારીદાસજી સ્વામી વગેરે સંતોની પ્રેરણાથી ૧૪૫ વિદ્યાર્થીઓ  એકાદશીના ઉપવાસ તેમજ ૨૦ વિદ્યાર્થીઓ  ભગવત્ પ્રસન્નાર્થે અને સ્વચ્છાએ ધારણા પારણા વ્રતમાં જોડાયા છે.                            

 

(3:56 PM IST)