<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઈન્સ્ટાગ્રામ અચાનક બંધ થઈ ગયું* સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અચાનક બંધ થઈ ગયું છે. Instagram નું ડાયરેક્ટ મેસેજ (DM) ફીચર વિશ્વભરના હજારો વપરાશકર્તાઓ માટે ડાઉન હતું. આઉટેજ ચેકિંગ વેબસાઈટ Downdetector અનુસાર, આ સમસ્યા સાંજે 5:14 વાગ્યે શરૂ થઈ. DownDetector નો ડેટા યુઝર્સ દ્વારા સબમિટ કરેલા રિપોર્ટ પર આધારિત છે. અસરગ્રસ્ત વપરાશકર્તાઓની વાસ્તવિક સંખ્યા અલગ હોઈ શકે છે. અત્યાર સુધીમાં, 2,000 થી વધુ અહેવાલો દાખલ કરવામાં આવ્યા છે, જે મેટા-માલિકીના ફોટો-શેરિંગ પ્લેટફોર્મ સાથે નોંધપાત્ર સમસ્યાઓ સૂચવે છે. અહેવાલ આપનારા મોટાભાગના વપરાશકર્તાઓએ કહ્યું કે તેઓ સંદેશા મોકલવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યારે તેઓ સંદેશા મોકલી રહ્યા છે, ત્યારે સંદેશાઓ આપમેળે ડિલીટ થઈ રહ્યા છે. 1:37 AM IST

સિકલીગર ગેંગની મદદથી લાખો રૂપિયાની લૂંટ નકલી પોલીસ બની કરનાર કુખ્‍યાત અજય મારવાડી ગેંગ અંતે વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ઝડપી લેવાઇ : કરોડપતિઓની સચોટ માહિતી આપનારને આ ગેંગ એક લાખ સુધીનું ઈનામ પણ આપતી હોવાનું ખૂલ્‍યું.. જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિહ રાઠોડનાં માર્ગદર્શનમાં મોટી સફળતા : દિવાળી હોળીમાં પલટાય ન જાય તે માટે સીપી નરસિંહમાં કોમાર દ્વારા ઘડાયેલ ખાસ રણનીતિનો પીઆઇ આર.જી.જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરાના સહયોગીઓ પીએસઆઈ પી.એમ. ધાકડા, પીએસઆઈ એન જી.જાડેજા, પીએસઆઈ આર.એન.બારાઈ, પીએસઆઈ ડી.આર. દેસાઈ, પીએસઆઈ વી.સી. ચૌહાણ ટીમ દ્વારા અથાગ જહેમતથી કાર્ય કરતા વધુ એક સફળતા મળી11:51 AM IST

દુનિયામાં ભારતના સામર્થ્યની ચર્ચા અનેક દેશો રોકાણ કરવા આતૂર : નરેન્દ્રભાઇ મોદી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અમરેલીથી સૌરાષ્ટ્રને દિવાળીના પર્વ પૂર્વે રૂ. ૪૮૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટઃ વડાપ્રધાનેે અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેકટને વેગ આપ્યોઃ નવા વિકાસ પ્રોજેકટ લોક જીવનને આસાન બનાવીને વિકાસને નવી ગતિ મળી આપશેઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી: મંગલ કાર્યોના સમયે સંસ્કૃતિ ઉત્સવ સાથે વિકાસનો ઉત્સવ આ ભારતની નવી તાસીર છેઃ ગુજરાતમાં નવા વિકાસ પ્રોજેકટથી પ્રવાસન અને લઘુ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રે રોજગારીના અવસરો મળશેઃ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનો પુરુષાર્થ ઉદાહરણ રૂપે ઉભો છેઃ ''રે પંખીડા સુખેથી ચણજો'' કવિ કલાપીની આ સાહિત્ય વિરાસતને સાકાર કરતા ભારતમાતા સરોવર જેવા તળાવો થકી પક્ષીઓ વધુ આનંદિત થશેઃ -લોથલ દુનિયાના પ્રવાસનમાં ચમકશે રાજકોટ-મોરબી-જામનગરનો ત્રિકોણ મીની જાપાન બનવા તરફ આગળ ધપે છે પોરબંદરના કર્લી સરોવરના વિકાસથી સોમનાથ થી દ્વારકા સુધી પ્રવાસનને વેગ મળશેઃ -અમરેલી સહિત ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન પ્રથમ નેચરલ ર્ફામિંગ યુનિવર્સિટી ગુજરાતમાં બની છેઃ નરેન્દ્રભાઇ : વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પર્યાવરણથી પ્રવાસન અને જળથી જનશકિતના સમૂચિત સમન્વયથી ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છેઃ - પડકારો વચ્ચે ગુજરાતે વિકાસનો એક સુરેખ પથ આલેખ્યો છેઃ - જળસિંચન-જળસંચય-કૃષિ અભિયાનો થકી આજે ગુજરાતે કૃષિ વિકાસ ક્ષેત્રે આગવો પંથ કંડાર્યો છેઃ ભુપેન્દ્રભાઇ પટેલ 2:18 PM IST