News of Friday, 16th August 2024
શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓની તારીખ જાહેર: કેમ્પ 1 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે
પ્રથમ તબક્કામાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી થશે: કેમ્પ 1 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે: બીજા તબક્કામાં પૂર્વ તૈયારી માટે 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન થશે

અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા બદલી માટે રાહ જોઈ રહેલા શિક્ષકો માટે વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે
બદલી માટે રાહ જોઈ રહેલા શિક્ષકો માટે વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરાઈ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં કરવામાં આવશે.
જિલ્લા આંતરિક બદલી કેમ્પ પ્રથમ તબક્કામાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી થશે. બદલી કેમ્પ 1 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જિલ્લા આંતરિક બદલી બીજા તબક્કામાં પૂર્વ તૈયારી માટે 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
બીજા તબક્કાનો મુખ્ય કેમ્પ 28 સપ્ટેમ્બર થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાશે. તથા વધ ઘટ બદલી કેમ્પ 20 થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે. ત્યારે સમગ્ર બાબતનો શિક્ષણ વિભાગે બદલીઓ સંદર્ભે વિગતવાર પરિપત્ર જાહેર કર્યો હતો
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
