<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ગુજરાતમાં ૮૯ તાલુકામાં ઝાપટાથી માંડીને ૧ ઇંચઃ હળવો-મધ્‍યમ વરસાદ ચાલુ રહેશે

ર૩ મી સુધીની હવામાન વિભાગની આગાહીઃ વાદળા યથાવત

અમદાવાદ, તા. ૧૭ ફ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૯ તાલુકામાં મેઘમહેર થઈ છે. જો કે, એક પણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો નથી. સૌથી વધુ વરસાદ દ્વારકા અને સાણંદમાં ૨૩-૨૩ મીમી વરસાદ નોંધાયો છે. ત્‍યારે જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

આજે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં મોટાભાગના સ્‍થળોએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્‍છ જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્‍યમ વરસાદ થઇ શકે છે.

હાલ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ આરામ લીધો છે. ત્‍યારે આજે હવામાન વિભાગે સમગ્ર રાજ્‍યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરી છે. આ સાથે જ આગામી ૨૩ ઓગસ્‍ટ સુધી કેવું હવામાન રહેશે તેને લઈને પણ આગાહી વ્‍યક્‍ત કરવામાં આવી છે. જાણો.

આજે અને આવતીકાલે સમગ્ર રાજ્‍યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના છે.

૧૯ ઓગસ્‍ટના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના જ્‍યારે રાજ્‍યના બાકીના જિલ્લાઓમાં અમુક સ્‍થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના છે.

૨૦ અને ૨૧ ઓગસ્‍ટના રોજ ઉત્તર, મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના જ્‍યારે કચ્‍છ અને સૌરાષ્‍ટ્રમાં અમુક સ્‍થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના છે.

૨૨ અને ૨૩ ઓગસ્‍ટના રોજ ઉત્તર, મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્‍થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના જ્‍યારે કચ્‍છ અને સૌરાષ્‍ટ્રમાં ઘણા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના છે.(

(4:30 PM IST)