News of Saturday, 17th August 2024
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા પશુપાલકો માટે ૧૮.પર ટકા ભાવફેર વધારાની જાહેરાત
૪ લાખથી વધુ પશુપાલકોને લાભ થશેઃ સાધારણ સભામાં જાહેરાત

બનાસકાંઠા, તા., ૧૭: બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે બનાસ ડેરીની ૫૬મી સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુ પાલકો માટે ભાવફેર વધારો જાહેર કરાયો છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશું પાલકો માટે ૧૮.૫૨ ટકાભાવફેર વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે ૪ લાખથી વધુ પશુંપાલકોને આ ભાવફેર વધારો મળશે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલ બનાસ ડેરીની આજે ૫૬મી સાધારણ સભા મળી હતી. આજે મળેલ સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શકંર ચૌધરીએ પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે.
આજે ચેરમેન શંકર ચૌધરીએ પશુંપાલકો માટે ૧૮.૫૨્રુ ભાવફેર વધારાની જાહેરાત કરતાં ૧૯૭૩ કરોડ રૂપિયા ભાવફેર જાહેર કરાયો છે. જેથી હવે ૪ લાખથી વધુ પશું પાલકોને આ ભાવફેર વધારો મળશે. આજની સાધારણ સભામાં બનાસ ડેરીના ડિરેક્ટરો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુંપાલકો હાજર રહ્યા હતા.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
