તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Saturday, 17th August 2024
વિક્રમ ઠાકોરનું ૩૦ ફૂટ ઉંચુ કટઆઉટ
સાઉથ સ્ટાઈલમાં બન્યું ભાઈની બેની લાડકી ફિલ્મના

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ ઘણી ફિલ્મોના પ્રમોશન ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. એમાં પણ ગુજરાતમાં જયારે પણ સૌના ભાઈ વિક્રમ ઠાકોરની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે પ્રેક્ષકોના મનમાં કંઇક અલગ જ ઉત્સાહ હોય છે. હવે જયારે વિક્રમ ઠાકોર, આરઝુ લીંબાચીયા અભિનીત ભાઈની બેની લાડકી રિલીઝ માટે તૈયાર છે. ત્યારે અમદાવાદના અશોક સિનેમા રીલિઝ રોડ ખાતે વિક્રમ ઠાકોરનું ૩૦ ફૂટ ઊંચું અને ભવ્ય પોસ્ટર લાગી ગયું છે.
આ પોસ્ટર અમદાવાદના જાણીતા કરિશ્મા ક્રિએશન વાળા પંકજ ખત્રીએ તૈયાર કર્યું છે. આ પોસ્ટર બનાવવામાં બે દિવસનો સમય અને પંદર જેટલા કારીગરોની મહેનત રંગ લાવી છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
