<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

મેડગામ (બામણ ફળીયા) માં વાડા બાબતે માર મારી ધમકી આપનાર ત્રણ વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નાંદોદ તાલુકાના મેડગામમાં વાડા માટે બોલાચાલી થતા એક શખ્સને માર મારી ધમકી આપનાર ત્રણ શખ્શો વિરૂદ્ધ ફરિયાદ થઈ છે
   પ્રાપ્ત માહિતી અનુસાર બચુભાઇ જેઠાભાઇ વસાવા (રહે.મેડગામ (બામણ ફળીયા) તા. નાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેઓ પોતાના વાડામાં વાડ બાંધતો હતો. તે વખતે (૨) કસીબેન મહેશભાઇ વીનુભાઇ વસાવા તથા (૩) મોનીકાબેન જેના પુરા નામની ખબર નથી, (રહે.મેડગામ (બામણ ફળીયા) તા.નાંદોદ જી.નર્મદા) નાઓ બચુભાઈ ને આ વાડો તમારો નથી તું કેમ અહિં વાડ બાંધે છે? તેમ કહીં માં-બહેન સમાની ગાળો આપી ઝઘડો કરતા બચુભાઈ પોતાના ઘરે જતા રહેલ ત્યારબાદ (૧) શીવાજીભાઇ અમૃતભાઇ વસાવા (૨) કસીબેન મહેશભાઇ વસાવા (૩) મોનીકાબેન જેના પુરા નામની ખબર નથી તે તમામ રહે.મેડગામ (બામણ ફળીયા) તા.નાંદોદ જી.નર્મદા નાઓ બચુભાઈ ના ઘરે જઇ તેઓને બુમ પાડી બહાર બોલાવી શિવાજીભાઈ એ ડંડા વડે એક સપાટો માથામાં ઉપરના ભાગે મારી તથા જમણા પગમાં ઘુંટણની નીચેના ભાગે એક સપાટો ડંડા વડે મારી ફ્રેકચર કરી તથા બાકીના ઓએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે

(11:31 PM IST)