News of Sunday, 18th August 2024
વડોદરા જિલ્લામાં AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા : શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું
કોંગ્રેસે કહ્યું -ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ:યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું:મોંઘવારી આસમાને: દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર:ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એવામાં વડોદરા જિલ્લામાંથી આપના આગેવાનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. જેમણે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે સભ્યપદ ગ્રહણ કર્યું હતુ.
વડોદરા જિલ્લામાંથી આપના આગેવાનોમાં હરિસિંહ અર્જુનસિંહ રાજ, જયેન્દ્રસિંહ જીતસિંહ રણા, મહેન્દ્રસિંહ રણધીરસિંહ વાંસદિયા, મુકેશકુમાર મુળશંકરભાઈ ભટ્ટ, ભરતસિંહ અશોકસિંહ ચાવડા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા, તેમને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી છે.
આ પ્રસંગે હાથ સે હાથ જોડોના કન્વીનર ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ભાસ્કર ભટ્ટ, કરજણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોહિલ હર્ષદસિંહ સુજાનસિંહ (કાલુભાઈ), કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ અમીન, કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને વિધાનસભા-૨૦૨૨ના ઉમેદવાર પિન્ટુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે કોંગ્રેસે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ આગેવાન-કાર્યકર્તાઓએ નિર્ણય કરેલ છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
