<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

ડેડીયાપાડાના મગરદેવ ગામમાં નોકરી બાબતે પત્નીએ ઠપકો આપતા પતિએ ઝેરી દવા પી આપઘાત કર્યો


(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ડેડીયાપાડા તાલુકાના મગરદેવ ગામમાં નોકરી પર નહિ જતાં પતિને પત્નીએ ઠપકો આપતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો
      મળતી માહિતી અનુસાર સાગરભાઈ ભાઈજીભાઈ વસાવા (રહે.મગરદેવ નિશાળ ફળીયું ) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ ભાઈજીભાઈ વેસ્તાભાઈ વસાવા (ઉ.વ.આ.૫૩)( રહે. મગરદેવ) ને પોતાના પત્નિએ જણાવેલ કે ત્રણેક દિવસથી નોકરી કેમ જતા નથી,  તેવુ કહી ઠપકો આપતા મરનારને મનમાં લાગી આવતા પોતાની જાતે ઘરમાં મુકેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા પ્રાથમિક સારવાર દેડીયાપાડા સરકારી દવાખાને આપી વધુ સારવાર માટે સીવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે રીફર કરેલ ત્યાંથી વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરા ખાતે રીફર કરતા સેગવા ખાતે આવેલ ખાનગી હોસ્પીટમાં સારવાર માટે દાખલ થતા સારવાર દરમ્યાન મોત થતાં ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(9:42 AM IST)