News of Monday, 19th August 2024
રાજપીપળા ચોર્યાસીની વાડી, વૈદ્યનાથ મંદિર અને દત્ત મંદિર માં 500 જેવા બ્રાહ્મણો એ યજ્ઞોપવિત (જનોઈ) બદલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શ્રાવણી પૂનમ (બળેવ) ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળા ચોર્યાસીની વાડી,વૈદ્યનાથ મહાદેવ મંદિર અને દત્ત મંદિર સહિત અનેક જગ્યાઓ પર રાજપીપળા શહેરના 500 જેટલા બ્રાહ્મણો એ યજ્ઞોપવિત(જનોઈ બદલવા)નો કાર્યક્રમ રાખ્યો હતો.ત્યારબાદ બ્રમ્હ ભોજન કર્યું હતું , દર વર્ષે બળેવના દિવસે રખાતો આ કાર્યક્રમ સોમવારે રક્ષાબંધન હોય દર વર્ષની જેમ આ દિવસે રાખવામાં આવ્યો જેમાં ચોર્યાસીની વાડીમાં બ્રમ્હ સમાજના કલ્પેશ પંડ્યા, નયનભાઈ પુરોહિત, કેતનભાઈ પાઠક, ઘનશ્યામભાઈ વ્યાસ જ્યારે વૈદ્યનાથ મહાદેવ મંદિરમાં દીપેશ પંડયા, યૌગેશભાઇ જોષી, પ્રતીક પાઠક, ગૌરાંગ પંડ્યા, કિરણભાઈ પંડ્યા ( મામું), કમલેશ વ્યાશ, પિન્કેશ પંડયા સહિતના બ્રમ્હ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ સમાજ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
