News of Monday, 19th August 2024
નર્મદા જિલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં એક યુવાનનું મોત, બે વ્યક્તિઓને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માત થતા એક યુવાનનું મોત થયું હતું જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે લઇ જવાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ અકસ્માત ડેડીયાપાડા તાલુકાના ચિકદા જામ્બુ ફળિયા ગામના રોડ ઉપર થયો જેમાં નુરજીભાઈ પોહનાભાઈ વસાવા(રહે.જરગામ નિશળ ફળિયું તા. દેડીયાપાડા જી-નર્મદા)ના દિકરા કમલેશભાઇ પોતાના કબ્જાની હીરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા.નં.GJ-22-D-5663 પર પોતાના ખેતરથી શાકભાજી લઇ ચીકદા ચોકડી ખાતે વેચાણ કરવા જતા હતા ત્યારે સ્પ્લેન્ડર મો.સા.નં.GJ-22-N-8311 ના ચાલકે ચિકદાગામ, જામ્બુ ફળિયા પાસે રોડ ઉપર પોતાની કબજામાની મો.સા.ને પૂરપાટ હંકારી લાવી કમલેશભાઇની હીરો કંપનીની સ્પ્લેન્ડરને સામેથી ટક્કર મારી અડફેડમાં લઇ એકસીડન્ટ કરતા કમલેશભાઈને ગંભીર ઇજા કરી સ્થળ પર મોત નિપજાવ્યું હતું.
જ્યારે બીજો અકસ્માત રાજપીપળા ના વડીયા જકાત નાકા સનરાઈઝ સોસાયટીના ગેટની સામે થયો જેમાં એકટીવા નં.GJ-22-J-8147ના ચાલકે પોતાના કબ્જાની એક્ટીવા રોગ સાઈડે પુરઝડપે હંકારી લાવી રમેશભાઈ શનાભાઈ બારીયા( ઉ.વ.૫૫)( રહે.કોયારી મંદિરે ફળીયું તા.ગરૂડેશ્વર જી.નર્મદા) ને ટક્કર મારી નિચે રોડ ઉપર પાડી દઈ ડાબા પગમાં ફેકચર કરી તથા શરીરે ઈજાઓ કરી ગુનો કર્યો.
જ્યારે ત્રીજો અકસ્માત રાજપીપળા આર.ટી.ઓ કચેરીની સામે થયો જેમાં રાજેન્દ્રસિંહ હિંમતસિંહ ગોહેલ (ઉ.વ.૫૭)( રહેવાસી ગોપાલપુરા- પ્રિન્સ સ્ટ્રીટ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ ગોપાલપુરા ગામથી હોન્ડા સાઇન એસ.પી મો.સા નંબર GJ-22-Q-1527 ની લઇને રાજપીપલા ખાતે નોકરી અર્થે નિકળેલા તે વખતે આર.ટી.ઓ કચેરી સામે થોડા આગળ રોડ ઉપર એક ઇકો ગાડી નંબર GJ- 22-P-3146 નો ચાલક પુરઝડપે હંકારી લાવી તેમની મો.સાને પાછળથી એક્સિડંટ કરતા તેમને શરીરે ગંભીર ઇજાઓ કરી ઇકો ચાલકે પણ પોતાને ઈજાઓ કરી ગુનો કરતા ડેડીયાપાડા અને રાજપીપળા પોલીસે ઉપરોક્ત અકસ્માતો માં ગુના દાખલ કર્યા છે
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
