<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

કાયદાનું કડક પાલન કરાવવા હાઇકોર્ટે સરકાર અને પ્રશાસનને આપ્યા નિર્દેશ

રોંગ સાઈડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ અને ટ્રાફિકના અન્ય નિયમોનું ચુસ્ત પાલન કરાવવા હાઈકોર્ટે સૂચના આપી

અમદાવાદ : કાયદાનું કડક પાલન કરાવવા હાઇકોર્ટે સરકાર અને પ્રશાસનને આપ્યા નિર્દેશ. રોંગ સાઈડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ અને ટ્રાફિકના અન્ય નિયમોનું ચુસ્ત પાલન કરાવવા હાઈકોર્ટે સૂચના આપી છે. ટ્રાફિક પોલીસની ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા પણ સરકારને ટકોર કરવામાં આવી છે.

    લોકો પોતાની મજા માટે કાયદાનો ભંગ કરે એ વ્યાજબી નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે. શહેરી વિકાસ યોગ્ય પ્લાનિંગ સાથે થાય તે માટે યોગ્ય કાર્યવાહી જરૂરી હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું. કોર્ટ મિત્રે પણ પોતાના સૂચનો કોર્ટમાં રજૂ કર્યા હતા. હાઈકોર્ટે ચાર મહત્વના મુદ્દા પર સરકાર અને પ્રશાસનને સત્વરે કાર્યવાહી કરવા કહ્યું છે.

(9:03 PM IST)