News of Friday, 23rd August 2024
કાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે :ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન:આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઓગસ્ટથી શરૂ થતાં વરસાદના રાઉન્ડમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનુ અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની શકયતા છે.
ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 74 પોઈન્ટ 68 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 88 પોઈન્ટ 99 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો 55 પોઈન્ટ 97 ટકા વરસાદ વરસ્યો છે તો ઉત્તર ગુજરાતમાં.. સૌરાષ્ટ્રમાં 82 પોઈન્ટ 26 અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 59 પોઈન્ટ 22 ટકા વરસાદ વરસ્યો છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
