ટ્રમ્પનો ટેરિફ દુનિયાને બરબાદ કરશે... OECD એ વૈશ્વિક વિકાસ દરનો અંદાજ ઘટાડયો : ટેરિફ અને અનિશ્ચિતતા વૈશ્વિક અર્થતંત્ર પર ખરાબ અસર કરે તેવી અપેક્ષા છે : વિશ્વ આર્થિક સંગઠન OECD એ તેના વૈશ્વિક વિકાસ અનુમાનમાં ઘટાડો કર્યો છે : ટ્રમ્પની સંરક્ષણવાદી નીતિઓ વિશ્વમાં વેપાર યુદ્ધ શરૂ કરી શકે છે અને ફુગાવો વધારી શકે છે10:55 AM IST
ફેબ્રુઆરીમાં સતત ચોથા મહિને દેશમાંથી નિકાસમાં ઘટાડો : ટ્રમ્પના ટેરિફ પહેલા ભારતની ચિંતા... ભારતની નિકાસ ઘટીને $૩૬.૯૧ બિલિયન થઈઃ ફેબ્રુઆરીમાં વેપાર ખાધ ઘટીને $૧૪.૦૫ બિલિયન થઈ : ટ્રમ્પે ૨ એપ્રિલથી ભારતીય માલ પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, ભારતને વાર્ષિક લગભગ $7 બિલિયનનું નુકસાન થઈ શકે છે10:14 AM IST
રેલ્વેતંત્રનો રાહતભર્યો નિર્ણયઃ ટ્રેનમાં જેટલી સીટો હશે તે પ્રમાણે જ ટિકિટનું વેચાણ થશે : રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડ વ્યવસ્થાપનને લઈને મોટા પગલા ભરવાની તૈયારી:રેલ્વે મંત્રીએ કહ્યું કે ટ્રેનોમાં જેટલી સીટો ઉપલબ્ધ છે તેટલી જ ટિકિટ આપવાનો પ્રયાસ થશે ટ્રેનોને સમયસર ચલાવવી એ રેલ્વેની પ્રાથમિકતા છે.11:11 PM IST
મોમોસ બનાવવાની ફેક્ટરીના ફ્રિજમાંથી કૂતરાનું કપાયેલું માથું મળી આવ્યું :તપાસ માટે મોકલાયું : પંજાબના મોહાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તબીબી ટીમે ચિકનની દુકાનો પર દરોડા પાડ્યા: 60 કિલો દુર્ગંધવાળું ફ્રોઝન ચિકન જપ્ત કર્યું:ટીમને મોમોઝ બનાવતી ફેક્ટરીના ફ્રીઝરમાંથી એક કૂતરાનું માથું પણ મળ્યું 10:33 PM IST
રાજનાથ સિંહના 2 દિવસમાં 2 માસ્ટરસ્ટ્રોક:હવે આ દેશ પાકિસ્તાનને પણ શસ્ત્રો માટે ચોખ્ખી ના કહેશે : ભારત દરેક પ્લેટફોર્મ પર પાકિસ્તાનની આતંકવાદ નીતિનો પર્દાફાશ કરે છે:પછી ભલે તે પ્રાદેશિક પ્લેટફોર્મ હોય કે વૈશ્વિક પ્લેટફોર્મ: રાજનાથ સિંહે તુલસી ગબાર્ડને પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાની તરફી સંગઠન પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું અને બીજા દિવસે નેધરલેન્ડના સંરક્ષણ પ્રધાન રૂબેન બર્કેલમેન્સને પાકિસ્તાનને સંરક્ષણ સાધનો કે તકનીકી સહાય ન આપવા અપીલ કરી10:14 PM IST
'અહીં નંબર ડાયલ થયો, ત્યાં ચહેરાનો રંગ ઊડી ગયો...' ઊંચી દીવાલો પાછળ એવી રમત રમાઈ કે બે અધિકારીઓની ખુરશી હલી ગઈ. : ગાઝીપુર જેલમાં જેલના સળિયા પાછળના ગુનેગારોએ નવો ધંધો શરૂ કર્યો :'ગેરકાયદેસર કોલ સેન્ટર'નું. બહાર બેઠેલા લોકોને ધમકાવવા, સોદા કરવા અને ગુનાઓ છુપાવવા માટે જેલ જ તેમની નવી જગ્યા બની ગઈ 8:40 PM IST
મુંબઈ એરપોર્ટનું ટર્મિનલ 1 સુરક્ષા જોખમોને કારણે તોડવાનો આદેશ : અદાણી ગ્રૂપ તેને એર કાર્ગો હબમાં રૂપાંતરિત કરશે : IIT બોમ્બેના ઓડિટમાં ટર્મિનલમાં કાટ, લીકેજ અને માળખાકીય ખામીઓ નોંધાઈ : AERAએ જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપી : પુનર્વિકાસ યોજના : 33% ક્ષમતા વધારીને 20 મિલિયન મુસાફરોની સુવિધા : ત્રણ વર્ષમાં નવું આધુનિક માળખું ઊભું થશે9:55 PM IST
ગૂગલે $32 બિલિયનમાં સાયબર સુરક્ષા સ્ટાર્ટ-અપ વિઝનો સોદો પાકો કર્યો : સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીનું સાયબર સુરક્ષામાં મોટું પગલું : ગયા વર્ષે નિષ્ફળ વાટાઘાટો બાદ આવ્યો ઐતિહાસિક સોદો : વિઝની ખરીદીથી ગૂગલ ક્લાઉડને નવું બળ : માઈક્રોસોફ્ટ સાથે સ્પર્ધામાં આગળ વધવાની યોજના : આ સોદો પૂર્ણ થાય તે પહેલાં ગૂગલની માતૃ કંપની આલ્ફાબેટે નિયમનકારી અવરોધોનો સામનો કરવો પડશે7:36 PM IST
નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશનના અમલીકરણ માટેની સજ્જતા અને આનુષાંગિક આયોજનથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને માહિતગાર કર્યા7:01 PM IST
પ્રિ-મોન્સુન પ્રવેશશે, ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડશે; ક્યાંક કરા પડશે તો ક્યાંક ગરમી સતાવશે: જાણો કાલે કેવું રહેશે દેશનું હવામાન : ઉત્તર ભારતમાં મોસમી પ્રવૃત્તિઓ થઈ શકે :પૂર્વીય રાજ્યોમાં 19 માર્ચથી પ્રિ-મોનસૂન સક્રિય થશે! દેશના 6 રાજ્યોમાં 21 થી 22 માર્ચ દરમિયાન વરસાદ અને કરાનું યલો એલર્ટ:દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર અને રાજસ્થાનમાં વાદળોની અવરજવર શરૂ: હરિયાણા-પંજાબમાં ઝરમર વરસાદ પડી શકે6:37 PM IST
દિહુલી નરસંહાર : 44 વર્ષ બાદ 24 દલિતોને મળ્યો ન્યાય : ત્રણ દોષીઓને ફાંસીની સજા : કુલ 17 આરોપીઓ સંતોષ અને રાધે સહિત 13નું મુકદ્દમા દરમિયાન નીપજ્યું છે મૃત્યુ : મૈનપુરીના 1981ના હત્યાકાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ડકૈતોના હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતું : તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી દોડી આવેલા દિહુલી6:06 PM IST
એલોન મસ્કની કાયાપલટ: ટેક હીરોથી રાજકીય ખલનાયક સુધી? : એ સ્પષ્ટ છે કે મસ્ક તેના દુર્લભ મેગાલોમેનિયાના પરપોટામાં, સંદેશ ચૂકી ગયા હતા: તેની સંપત્તિ જાહેર વિશ્વાસ પર બનેલી છે, તેની કંપનીનું ભાગ્ય સ્ટોક મૂલ્ય સાથે જોડાયેલું છે: પરંતુ યુએસ અને વિશ્વભરમાં લોકોનો એક વધતો જતો જૂથ હવે તેમને ખલનાયક અને વરુ તરીકે માને છે, જે આખરે ખુલ્લો પડી ગયો6:35 PM IST
આરોગ્ય વીમો મોંઘોદાટ થતા લોકોને પ્રીમિયમ ભરવા માટે લોન લેવી પડે છે : વીમા પ્રીમિયમના વધતા ખર્ચને કારણે, લોકો તેમના આરોગ્ય કવરને જાળવવા અથવા વધારવા માટે લોન લઈ રહ્યા છે, ઘણા લોન આપનારા સ્ટાર્ટઅપ્સ દર મહિને હજારો લોકોને પ્રીમિયમ માટે લોન આપી રહ્યા છે : વીમા પ્રીમિયમમાં ૨૫%નો વધારોઃ ૭૦% ગ્રાહકો નાના શહેરોમાંથી, સરળ ચુકવણી વિકલ્પોની માંગ10:14 AM IST
ગાઝિયાબાદમાં'કઢી ખાવાથી ' નહી પરંતુ 7 વર્ષની બાળકી ઉપર સગા પિતાએ દુષ્કર્મ આચરીને હત્યા કરી હોવાનો ભેદ ઉકેલાયો : પોતાના પાપનો ઢાંકપિછોડો કરવા માટે પિતાએ પડોશીને ફસાવ્યો હતો અને કહ્યું હતું કે તેણે રાતે મોકલાવેલી કઢી ખાવાથી તેની દીકરીનું મોત થયું હતું પરંતુ પિતાનું કઢી ખાવાથી મોતનું બહાનું ન ચાલ્યું.5:05 PM IST
પાકિસ્તાનના પ્રોપર્ટી ટાયકૂન મલિક રિયાઝ સામે એન.એ.બી.(NAB) ની કાર્યવાહી : મિલકતો સીલ NAB એ કેટલાક બેંક ખાતાઓ પણ ફ્રીઝ કર્યા : બહરિયા ટાઉન સાથે નોંધાયેલા વાહનો જપ્ત કર્યા : નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો ઓફ પાકિસ્તાને તેમના બહરિયા ટાઉન પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી અસંખ્ય કોમર્શિયલ અને રહેણાંક મિલકતો સીલ કરવાની જાહેરાત કરી5:00 PM IST
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશયાન પૃથ્વી પર પાછું આવી રહ્યું છે, પરંતુ વાતાવરણમાં ફરી પ્રવેશવું અત્યંત જોખમી : જો કોઈ ભૂલ થઈ તો ભસ્મીભૂત થઈ શકે છે સ્પેસક્રાફ્ટ : અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની ગતિ ઓછી થઈ જાય આ સમય દરમિયાન, જો અવકાશયાનનો એંગલ બદલાય તો તેમાં ઘર્ષણ શરૂ થઈ શકે જેના કારણે અવકાશયાન પળવારમાં આગના ગોળામાં ફેરવાઈ શકે 4:47 PM IST
કરસનભાઈની કઈ ભૂલ નિરમાના પતન તરફ દોરી ગઈ? : ૧૯૭૦માં લોન્ચ થયેલ નિરમા વોશિંગ પાવડરનો ૧૯૯૦ના દાયકામાં બજાર હિસ્સો ૬૦% હતો, સર્ફ એક્સેલ અને ટાઇડના આગમન સાથે નિરમાની લોકપ્રિયતામાં ઘટાડો થયો લોકપ્રિયતા એટલી ઘટી ગઈ કે આ બ્રાન્ડ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગઈઃ જાહેરાતમાં ફેરફારથી બજારમાં નિરમાનો પ્રભાવ ઓછો થયો2:06 PM IST
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા કૅન્સરની સારવાર દર્દીઓ માટે ઘર નજીક સરળતાથી ઉપલબ્ધ બનશે : સરકારના આ પગલાંથી મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ જોવા મળશે : આ કૅન્સર સેન્ટરોમાં કીમોથેરાપી અને સલાહ સેવાઓ ઉપલબ્ધ, એક કેન્દ્રમાં 4 થી 6 પથારી, ઓન્કોલોજીસ્ટ અથવા મેડિકલ ઓફિસર, બે નર્સ, એક ફાર્માસિસ્ટ, એક સલાહકાર અને એક બહુહેતુક કાર્યકરની વ્યવસ્થા હશે3:35 PM IST
વર્ષના અંત પહેલા સરકારની તિજોરી ભરાઈ ગઈ : પ્રત્યક્ષ કર વસૂલાતમાં ૧૬.૨%નો વધારો : ટેક્સના મોરચે સારા સમાચાર : કરમાં વધારો ભારતના આર્થિક સ્વાસ્થ્ય માટે સારા સમાચાર છે : ૧૬ માર્ચ સુધીમાં, પ્રત્યક્ષ કર વસૂલાત ૨૫.૮૬ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે ગયા વર્ષ કરતાં ૧૬.૧૫% વધુ છે : વિશ્વમાં મંદીનો ભય છતાં, ભારતનું અર્થતંત્ર મજબૂત છે9:50 AM IST
સતત બીજા દિવસે સોનાના ભાવમા ધટાડો :24 કેરેટ સોનાનો ભાવ 89,700 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 82,200 રૂપિયા : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની વધતી માંગ,યુએસ મોંઘવારી દરમાં નરમાઈને કારણે રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિ તરફ ઝુક્યા : સોનાના ભાવમાં તાજેતરના જબરદસ્ત વધારા પાછળ ઘણા વૈશ્વિક કારણો જવાબદાર3:08 PM IST
ર૩મી એ રવિવારે સાણંદમાં ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ યોજાશેઃશહીદ ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુના પરિવારજનોની ઉપસ્થિતી : જુઓ વિડિયો : ‘‘હમારી લાશ પર હોંગે, હર બરસ મેલે, વતન પર મર મિટને વાલો કા, યહી નામો નિશાન હોગા...'' : સાંઇરામ દવે લિખીત અને અભિનીત ‘વિરાંજલી' મલ્ટીમિડીયા શો નો બીજા ભાગમાં ૧૦૦થી વધુ રંગભૂમિના કલાકારો દ્વારા ઉજવાશે3:00 PM IST
નાગપુર હિંસા પાછળ કોની સાજિશ? ઔરંગઝેબ કબર કાંડ પર ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેનો મોટો ખુલાસો : સમાજ વિરોધી તત્વો ને આપી કડક ચેતવણી : પેટ્રોલ બોમ્બનો ઉપયોગ : ચાર પોલીસકર્મી ઘાયલ : શિંદેએ કહ્યું - ઔરંગઝેબના મહિમામંડન સામે થશે આકરી કાર્યવાહી : શિંદેએ લોકોને શાંતિ જાળવવા અને બે સમુદાયો વચ્ચે તણાવ ન ફેલાવવા કરી અપીલ12:37 PM IST
પીએમ મોદી નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે : આ પહેલી વાર હશે જ્યારે કોઈ વડા પ્રધાન નાગપુરમાં RSS કાર્યાલયની મુલાકાત લેશેઃ મોદી અને ભાગવત વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાતની શકયતા પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવત ૩૦ માર્ચે નાગપુરમાં એક મંચ પર સાથે જોવા મળશેઃ પીએમ મોદી અને મોહન ભાગવતનો આ પહેલો સંયુક્ત કાર્યક્રમ હશે11:34 AM IST
ભારતીય રેલવેનો ખર્ચ ૧.૩૮ રૂપિયા અને આવક ૭૨ પૈસા : રેલવેમાં મુસાફરો અને માલવાહક ટ્રાફિક બંનેમાં વૃદ્ધિ જોવા મળી રહી છે,૨૦૨૩-૨૪ દરમિયાન, ૨,૭૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સામે લગભગ ૨,૭૮,૦૦૦ કરોડ રૂપિયાની આવક : વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વેની નાણાકીય સ્થિતિ સારી છે કોવિડ સંબંધિત પડકારોને સફળતાપૂર્વક પાર કર્યા છે10:18 AM IST
સંભલમાં ફરી બુલડોઝર કાર્યવાહી થશે! સરકારી જમીન પર બનેલા 31 મકાનો અને મસ્જિદો તોડી પાડવામાં આવશે:ડીએમ-એસપીએ આદેશો જારી કર્યા : નગરપાલિકાના મિલકત કારકુનની ફરિયાદના પગલે, તહસીલદારના નેતૃત્વમાં મહેસૂલ વિભાગની એક ટીમે એક સર્વે હાથ ધર્યો હતો જેમાં ૩૧ ઘરો અને બે પ્લોટ તેમજ એક મસ્જિદ પર અતિક્રમણ જોવા મળ્યું10:34 PM IST
આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ હવાઈ અગાઉની આગાહી કરતાં 40 ગણી ઝડપથી સમુદ્રમાં ડૂબી રહ્યું છે : ઘરો, વ્યવસાયો અને મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગંભીર જોખમ : નવા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે હોનોલુલુ, વાઇકીકી અને પર્લ હાર્બરના નીચાણવાળા વિસ્તારો આગામી દાયકાઓમાં પાણીમાં ડૂબી શકે : હવાઈના ઓહુ ટાપુ પર 40 ગણી ઝડપથી ધસતી જમીન અને વધતું સમુદ્ર સ્તર એક ગંભીર પડકાર : $12.9 બિલિયનનું નુકસાન થવાની શક્યતા12:04 AM IST

એક ફોટો તો બને જ ........

વિજેતા.....

વિરોધ પ્રદર્શન

ચુસ્ત બંદોબસ્ત......
અકિલા સોશ્યિલ મીડિયારાજપીપળા સિવિલમાં ડાયેરિયાના દર્દીના મોત માટે હાજર સ્ટાફ જવાબદાર હોવાનો સગાંના આક્ષેપ : મરનાર યુવતીએ રોઝો રાખ્યો હતો અને ડાયરિયા થતા સિવિલ સ્ટાફની આડોડાઈમાં સારવારમાં મોડું થયું:એક યુવતીને ડાયેરિયા થતા સિવિલમાં લઈ ગયા પરંતુ કપડામાં ઝાડા થયા હોવાથી કપડા બદલાવો તો સારવાર કરીએ તેમ જણાવી સ્ટાફે અડધો કલાક સારવાર નહી કરી10:36 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા : જામનગરના ખિજડીયા પક્ષી અભ્યારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે વન વિભાગ સાથે નયારા એનર્જી સહયોગ કરશે.: ત્રણ વર્ષ માટે કુલ રૂ.૧૨ કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં જોય ફુલ લર્નિંગ સહિત વાંચન સંસ્કૃતિના વિકાસમાં નયારા એનર્જીનો સહયોગ મળશે.7:42 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા : જામનગરના ખિજડીયા પક્ષી અભ્યારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે વન વિભાગ સાથે નયારા એનર્જી સહયોગ કરશે : ત્રણ વર્ષ માટે કુલ રૂ.૧૨ કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં જોય ફુલ લર્નિંગ સહિત વાંચન સંસ્કૃતિના વિકાસમાં નયારા એનર્જીનો સહયોગ મળશે6:30 PM IST
ગુજરાતની વિકાસગાથા વિશ્વ સુધી પહોંચાડતો માહિતી અને પ્રસારણ વિભાગ: મંત્રી રાઘવજીભાઈ પટેલ: માહિતી અને પ્રસારણ વિભાગ: પ્રજાસંપર્કથી પ્રગતિ સુધી, જાણકારીથી જનકલ્યાણ સુધી : ફેક ન્યુઝની ભરમાર વચ્ચે માહિતી અને પ્રસારણ વિભાગ વિશ્વાસનું પ્રતીક : સરકારની તમામ લોકઉપયોગી યોજનાઓની માહિતી ‘મારી યોજના પોર્ટલ’થી નાગરિકો આંગળીના ટેરવે મેળવતા થયા: દિલ્હી ખાતે ૨૬ જાન્યુઆરીએ ગુજરાત સરકારના ટેબ્લોએ સતત ત્રણ વર્ષથી ‘પીપલ્સ ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી હેટ્રિક સર્જી: માહિતી અને પ્રસારણ વિભાગની રૂ. ૨૩૨.૯૭ કરોડની અંદાજપત્રીય માંગણી વિધાનસભામાં મંજૂર4:42 PM IST
ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધિકૃત કરી પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ઉંડા દરિયામાં છોડવા માટેનો ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ કાર્યરત: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત : ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધિકૃત કરી પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ઉંડા દરિયામાં છોડવા માટેનો ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ કાર્યરત: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત4:49 PM IST
વડોદરા અકસ્માત મામલે મુંબઇના ફૈઝાન અંસારીએ કરી રક્ષિતને ફાંસીની માગ: પીડિતાના પરિવારને 1 કરોડના વળતરની માગણી : બોલિવુડ અભિનેત્રા જ્હાન્વી કપૂર દ્વારા આ અકસ્માતને લઇને સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરાયા બાદ હવે મુંબઇના ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારી દ્વારા વડોદરાના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું12:11 PM IST
અમદાવાદના ઓઢવ રિંગરોડ પરથી 45 લાખની ચાંદીનો જથ્થો ઝડપાયો :બે આરોપીની ધરપકડ : પીસીબી ટીમે ચોરખાનામાં છુપાવેલી 29.745 ગ્રામ ચાંદીનો જથ્થો ઝડપ્યો : આરોપી ભાવેશ સોની અને અબ્દુલ ખાન ઉર્ફે ભુરૂની ધરપકડ :રાણીપના કરણ અશ્વિન પટેલના ત્યાંથી આરોપીએ ચાંદી લીધી હતી. ચાંદીનો જથ્થો મધ્ય પ્રદેશનાં આશિષ સોનીને આપવાનો હોવાનો ખુલાસો12:27 PM IST
બનાવટી નોટોનાં સ્વર્ગ એવા પશ્ચિમ બંગાળના માલદામાંથી મૂળ ભાવનગર પંથકના બન્ને લોકો હોલસેલ ભાવે નકલી નોટો ખરીદી લાવેલ : હાઈ ક્વોલિટીની નકલી નોટોનાં માસ્ટર માઇન્ડ ગુરુજી સામે જુનાગઢથી માંડી કલકત્તા સુધી કેન્દ્રીય એજન્સીઓમાં ગુન્હા નોંધાયા છેઃ અકિલા સમક્ષ પીઆઇ અશોક ચોધરી વાયરલ ઘટનાની સ્ફોટક બાબતો ઉજાગર કરી આઇબીનાં કાર્યકાળ લીધે કેન્દ્રીય એજન્સીઓ સાથે ગાઢ સંબંધ ધરાવતા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત સાથે આર્થિક રાજધાની તબાહ કરે તેવા ઇન્ટરનેશનલ માસ્ટર માઇન્ડ અંગે શંકા વ્યકત થતાં રણનીતિ ઘડાયેલ ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં બનેલી વિવિધ ટીમો હિતેશસિંહ, અને રાજુભાઈ સહિતનાં સ્ટાફ મૂળ સુધી પહોંચી ગયા3:36 PM IST
અમદાવાદના ઓઢવ રિંગરોડ પર કારમાંથી ૪૫ લાખનો ચાંદીનો જથ્થો ઝડપાયોઃ બેની ધરપકડ : ગઇકાલે ફલેટમાંથી કરોડોનું સોનુ ઝડપાયેલ પીસીબી ટીમે ચોરખાનામાં છુપાવેલી ૨૯.૭૪૫ કિલો ચાંદી પકડયુઃ આરોપી ભાવેશ સોની અને અબ્દુલ ખાન ઉર્ફે ભુરૂની ધરપકડઃ રાણીપના કરણ અશ્વિન પટેલને ત્યાંથી આરોપીએ ચાંદી લીધેલઃ આ જથ્થો મધ્ય પ્રદેશનાં આશિષ સોનીને આપવાનો હતો4:43 PM IST
જીલ્લામાં અવાર-નવાર ગુનાઓ કરવાની ટેવવાળા શખ્શો ઉપર કાર્યવાહી કરતી નર્મદા જીલ્લા પોલીસ : પાસા/ તડીપાર થયેલ ઇસમો કુલ-૪૦ તથા અન્ય જોખમી ઇસમો કુલ-૫૦ એમ કુલ-૯૦ ઇસમોને જરૂરી કડક નિર્દેશ અપાયા :રાજપીપલા જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વિઝીટ કરી જેલમાંથી તાજેતરમાં જામીન ઉપર મુક્ત થયેલ આરોપીઓની યાદી મેળવી આ આરોપીઓ ઉપર વોચ રાખવાની કાર્યવાહી હાથ ધરાઇ10:37 PM IST
સૌથી નીચા બેરોજગારી દર તથા સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે ગુજરાત દેશભરમાં મોખરે:શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત : કુલ ૫૫૪ આઇ.ટી.આઇ. દ્વારા દર વર્ષે અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ કરાયા: અનુબંધનમ વેબ પોર્ટલ પર ૫૦,૦૦૦થી વધુ નોકરીદાતા અને સાડા ચાર લાખથી વધુ ઉમેદવાર નોંધાયા:ગત વર્ષ સુધીમાં ૭,૬૩૬ એકમોમાં ૧ર લાખથી વધુ શ્રમિકોને ૧,૭ર૯.૯૪ કરોડની માતબર રકમ બોનસ તરીકે ચૂકવણી9:26 PM IST
ગુજરાતના બંદરોના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર : મંત્રી રાઘવજીભાઈ પટેલ : ભાવનગરમાં બ્રાઉનફિલ્ડ બંદર વિકસાવવા રૂ.૪૦૨૪ કરોડનાં રોકાણ માટે કન્સેશન એગ્રીમેન્ટ કરાયા પ્લોટ ધારકોને છેલ્લા પાંચ વર્ષમાં લાગુ પડતા વાર્ષિક દરો પેટે રૂ. ૧૧૪ કરોડની નાણાંકીય રાહતો: બંદરો હેઠળના બંદર પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર7:00 PM IST
ગુજરાત રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે 400થી વધુ વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગરના રામકથા મેદાનમાં ધામા નાખ્યા : વ્યાયામ શિક્ષકોના આંદોલનને યુવરાજ સિંહ જાડેજા , જીગ્નેશ મેવાની, અમિત ચાવડા સહિતના નેતાઓએ સમર્થન આપી તેમની સાથે જોડાયા : પોલીસની ગાડીઓનો કાફલો આંદોલન સ્થળે પહોંચી ગયો અને વ્યાયામ શિક્ષકોની અટકાયતનો દૌર શરૂ કર્યો 4:45 PM IST
ગાંધીનગરમાં વ્યાયામના શિક્ષકોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત : જ્યાં સુધી તેમની કાયમી ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમનું વિરોધ પ્રદર્શન યથાવત રાખશે : સત્યાગ્રહ છાવણીમાં પોલીસે દેખાવ કરી રહેલા પીટી શિક્ષકના ઉમેદવારોએ સરકાર સામે સતત બીજા દિવસે દેખાવા કર્યા હોવા છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી ન હતી2:34 PM IST
રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના 5 અધિકારીઓની બદલીના હુકમ : વી.સી. બોડાણાને પાટણના એડિશનલ કલેકટર અને જે જે પટેલને પંચમહાલ ગોધરાના એડિશનલ કલેકટર બનાવાયા :ડી.પી. ચૌહાણને ભુજના એડિશનલ કલેટર અને ડી,વી, મકવાણાને મોડાસાના એડિશનલ કલેકટર તરીકે મુકાયા :આર.પી. જોશીની અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી1:30 PM IST
વડોદરામાં NSUI દ્વારા 'ભાજપ હાય હાય'.. 'નશો ભગાડો, ગુજરાત બચાવો' ગૃહમંત્રી રાજીનામુ આપે તેવા પોસ્ટરો દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો : આકરા તાપમાં કાર્યકરો રસ્તા પર સૂઈ જતા પોલીસે અટકાયત કરી : કાર્યકરોને પોલીસે ટિંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડવા પડ્યા : , 'ગુજરાત સરકારની રહેમનજર હેઠળ જ નશાનો કારોબાર ચાલી રહ્યો છે તેવા આક્ષેપો કરતા ખળભળાટ2:54 PM IST
અમદાવાદના પાલડીમાં DRI અને ATSનું 22 કલાક પછી ઓપરેશન પૂર્ણ, 87 કિલો સોનું અને 1 કરોડથી વધુ રોકડ જપ્ત કર્યા બાદ તપાસનો ધમધમાટ : આ ફ્લેટ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામના વ્યક્તિઓના નામે નોંધાયેલો છે જેઓ પિતા-પુત્ર હોવાનું જાણવા મળ્યું છે : નોટોની ગણતરી કરવા માટે બે મશીન અને સોનાનું વજન કરવા માટે ઇલેક્ટ્રિક વજન કાંટા પણ ઘટના સ્થળે મંગાવવામાં આવ્યા હતા1:03 PM IST
ગુજરાત વિધાનસભા ખાતે ચાર દિવસીય એલોપેથિક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ : બિમાર થયા પછી નહીં પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે જરૂરી : શંકરભાઈ ચૌધરી :તા. ૧૮ અને ૧૯ ના રોજ એલોપેથિક અને તા. ૨૦ અને ૨૧ ના રોજ આયુર્વેદિક અને હોમિયોપથી સંલગ્ન નિદાન કરાશે12:01 PM IST
નર્સિંગની છાત્રાનું મોતઃ ભુવાએ ઝેર પાઇ દીધાનો આક્ષેપ : એક વર્ષ પહેલા માતાજીના માંડવામાં સંપર્કકમાં આવ્યા બાદ ભુવાએ-તારા પિતા ગુજરી જશે, તેની વિધી કરાવવી પડશે કહેતાં તેને ત્યાં દાણા જોવડાવવા જતી હતી અને ફસાઇ ગઇઃ અગાઉ ૧મેના રોજ પણ ઝેરી દવા પીધી ત્યારે સ્યુસાઇડ નોટમાં કેતનના ત્રાસની વિગતો લખી હતીઃ અમે તેને પાછી લાવ્યા પછી ૯મેએ ફરી તે જતી રહીઃ ત્રણેક મહિના પછી ત્રાસ હોવાની ફરિયાદ કરતાં અમે તેડવા ગયા પણ આવવા ન દીધીઃ પિત્રાઇ બહેનનો આક્ષેપ : ૧૩મીએ હોળીની રાતે કોમલબેને ઝેર પી લેતાં પોલીસે માવતરને જાણ કરી હતીઃ સારવાર દરમિયાન ગત રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોકની કાલીમા : ભગવતીપરાની કોમલ સોલંકીને મવડીના ભુવાજી કેતન સાગઠીયાએ ફસાવ્યાનો મારી નાંખ્યાનો આક્ષેપઃ અગાઉ પણ બે લગ્ન કરી ચુક્યાનો પિતા-બહેનનો આક્ષેપઃ શરીર પર ચાંભાના, બટકા ભર્યા હોય તેવા નિશાનઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ પિતા ધીરજલાલ સોલંકી આરએમસીના કર્મચારીઃ બીજાની દિકરી સાથે આવુ ન થાય તે માટે કડક કાર્યવાહીની માંગણી 3:02 PM IST
વાપીથી ઇલેક્ટ્રીક પેનલ બોક્સ અંદર છુપાવી રાજકોટ ટ્રાવેલ્સ મારફત મોકલાયેલો ૩.૯૪ લાખનો દારૂ પકડાયો. : જુઓ વિડિયો : વાહન મળી ૭.૧૧ લાખનો મુદ્દામાલ કબ્જેઃ તીર્થ ટ્રાવેલ્સની બસમાં યાર્ડ પાસે આવેલો જથ્થો કેરી વાહનમાં ભરવામાંઆવ્યો ત્યાં પીસીબી ત્રાટકીઃ ચાલક દારૂ-વાહન મુકી ભાગ્યોઃ પીઆઇ ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ અને ટીમની કાગમીરી4:13 PM IST
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આર્કિટેકસ દ્વારા રાષ્ટ્રીય એવોર્ડસ આપાશે : દેશભરમાંથી સંસ્થાના ૩૦ હજાર સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં જયુરી દ્વારા પસંદગી કરી ૩૦ એવોર્ડ આપવામાં આવશે : રાજકોટમાં આમંત્રીતો માટે ગુરૂ, શુક્ર,શનિ ત્રણ દિવસ યોજાશે આઇઆઇએ નેશનલ એવોર્ડસનો કાર્યક્રમઃ ઇતિહાસમાં પ્રથમ વખત લાઇવ જયુરી 2:28 PM IST
ટોપીવાળો ચોર ૧૦.૮૧ લાખની મત્તા ઉસેડી ગયો : રાજકોટમાં તસ્કરોનો ઉપાડોઃ જવાહર રોડ પર ગેલેક્સી હોટેલ સામે મારૂતિ કોમ્પલેક્ષમાં ‘મીના ગોલ્ડ બાયર' નામની ઓફિસમાં બારી તોડી હાથફેરો : રાતે ૧:૩૧ કલાકે ચોર આવ્યો, દસેક મિનીટમાં નીકળી ગયોઃ સીસીટીવી કેમેરામાં કેદ થયોઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આદરી : અગાસી પરથી દોરડા મારફત ચોથા માળની બારીના છજા સુધી પહોંચી કાચ તોડી ચોર અંદર ઘુસ્યોઃ રેકી કરી ઘટનાને અંજામ આપ્યાની શક્યતા : કાચની બારી તોડતી વખતે ચોરને ઇજા પહોંચીઃ લોહીના ડાઘા જોવા મળ્યા3:02 PM IST
શહેરના એક ડઝન સ્થળોએથી પનીરના નમૂના લેવાયાઃ ૧૧ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ : મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચકાસણી : પ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના : ચંદ્રેશનગર મેઇન રોડના પટેલ ડાઇનીંગ હોલમાંથી ૩ કિલો વાસી શાકભાજી તથા પટેલ ફાસ્ટફૂડમાંથી એકસપાયરી સોસ, ચટણી, બ્રેડ-પાઉં સહિતનો ૮ કિલો જથ્થો ઝડપાયો : ફૂડ શાખા ત્રાટકી 3:01 PM IST
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહઃ દરરોજ હજારો ભાવિકો કથા શ્રવણ-મહાપ્રસાદમાં જોડાશે : પૂ. જીગ્નેશ દાદાના વ્યાસાસને અલૌકીક માહોલ સર્જાશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમની જબ્બરદસ્ત જહેમત :અદ્યતન જર્મન ડોમ, કુલર, પંખા, સ્પ્રીંકલર સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે લાખો ભાવિકો, વૈશ્ણવો, સનાતનીઓ કૃષ્ણભકિતમાં લીન બનશે :ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચ થી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે પવિત્રતા સાથે ભાવિકોનો દરીયો ઘૂઘવશેઃ ૧૦૮ પોથીજીના દર્શન કરવા લોકો ઉમટી પડશેઃ રાધે રાધેનો જબ્બર નાદ ગૂંજશે4:16 PM IST
લુખ્ખાઓની ફરિયાદ કરવા ક્રાઇમ બ્રાંચના વ્હોટ્સએપ નંબર જાહેર : છાપેલા કાટલાઓને સીધાદોર કરવા શહેર પોલીસ મેદાનેઃ રાત્રે શહેર એસઓજી-ક્રાઇમ બ્રાંચનું ત્રણ કલાક પેટ્રોલીંગ શહેર એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, એન. વી. હરિયાણી, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ અને ટીમોની કાર્યવાહીઃ ગમે ત્યારે પોલીસ ઓચીંતા ચેકીંગ હાથ ધરશે4:51 PM IST
જામનગર ખાતે આવેલીસૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની સેવાઓનો ગત વર્ષમાં અંદાજે ૮.૧૫ લાખથી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો : હોસ્પિટલ ખાતે સ્પેશિયાલીટી - સુપર સ્પેશિયાલીટીના ૨૨ જેટલા વિભાગો કાર્યરત: આ સાથે જ અહીં ૧,૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તબીબી અભ્યાસ:આગામી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે વિશેષ જોગવાઈ7:41 PM IST
આટકોટમાં પૂ. રમેશભાઇ ઓઝાની પધરામણી10:15 AM IST
અમરેલી ભાજપ અધ્યક્ષનું સન્માન1:58 PM IST
હિંદુઓને પૈસા આપીને ખ્રિસ્તી બનાવતા હતા : ધર્માંતરણ પહેલા આ રીતે ખુલ્લા પડી ગયા : સુરેન્દ્રનગર જિલ્લામાં ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે કેટલાક લોકોને પૈસા અને અન્ય પ્રલોભનો આપવા બદલ બે લોકોની ધરપકડ: આરોપી રતિલાલ પરમાર અને ભંવરલાલ પારધીએ કેટલાક હિંદુ લોકોને તેમનો ધર્મ બદલવા માટે 20,000 રૂપિયા આપ્યા હતા.8:50 PM IST
દ્વારકામાંથી પ બાંગ્લાદેશી મહિલા ઘુસણખોર ઝડપાઇ : પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ, દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેષ પાંડેની આગેવાનીમાં એસઓજી પીઆઇ પીસી સીંગરખીયા અને ટીમનો સપાટો ગેરકાયદેસર ઘુસણખોરી કરવા માટે એજન્ટને રૂા.રપ હજાર આપ્યા'તાઃ છેલ્લા ૭ થી ૧૦ વર્ષથી ભારતમાં વસવાટ કરતા હતાઃ છુટક મજુરીથી મળેલા નાણા ઓનલાઇન પヘમિ બંગાળના એજન્ટને મોકલતા ઝડપાયેલ બાંગ્લાદેશી મહિલાઓને ફરી બાંગ્લાદેશ મોકલી આપવા તજવીજ11:47 AM IST
જાણો શું છે માઇક્રોબ્લેડિંગ ટ્રીટમેન્ટ 6:13 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
ઓએમજી.....નાસાની ઓફિસમાં જોવા મળ્યો વંદાઓનો આતંક 6:10 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
હાર્દિક જ હશે મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન11:36 AM IST
દીપવીરનો સ્ટાઇલિશ ઍરપોર્ટ લુક ચર્ચામાં4:52 PM IST
તારક મહેતાના ટપ્પુ-સોનુ તેના મિત્રોને મદદ કરવા માટે : ઘરેથી કેમ ભાગ્યા હતા : છેલ્લી ઘડીએ તેમણે બંનેને સમજાવ્યા કે આ રીતે ઘરે પુછ્યા વિના લગ્ન કરવા યોગ્ય નથી : એટલું જ નહિ ટપ્પુએ ફોન કરીને તેમના મિત્રોના માતા પિતાને પણ ત્યાં બોલાવી લીધા આખરે ટપ્પુની સમજાવટથી તેમના મિત્રોના માતા પિતા પણ બંનેના લગ્ન માટે માની ગયા5:32 PM IST
અભિષેક બચ્ચને રેમો ડિસોઝાની કરી પ્રશંસા 5:27 PM IST
1989માં સિનેમાઘરોમાં આવેલી ફિલ્મ 'પ્રેમ પ્રતિજ્ઞા' માધુરી દીક્ષિત બળાત્કારનો સીન કરતા ધ્રુજવા લાગી હતી વિલન પણ ગભરાઈ ગયો, શૂટિંગ અધવચ્ચે છોડીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી : આ સીનમાં માધુરીની સામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ વિલન રણજીત જોવા મળ્યા હતા, જેમના અવાજથી જ એક્ટ્રેસની આત્મા કંપી જતી હતી4:35 PM IST























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































































