<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાજપીપળા મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા વધારવા તજવીજ

કોલકત્તામાં મહિલા તબીબ પર થયેલા રેપ અને મર્ડરની ઘટના બાદ ગુજરાતમાં દરેક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવા કાર્યવાહી:થોડાક મહિના પહેલા સિવિલના પહેલા માળથી નીચે કુદેલા દર્દીનું મોત થયા બાદ સત્તાધીશોએ સિક્યુરિટી ગાર્ડ વધારવા કહ્યું હતું છતાં હજુ કોઈજ વધારો નથી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:કોલકત્તામાં મહિલા તબીબ પર રેપ અને મર્ડરની ઘટનાના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, દરેક મેડિકલ કોલેજ હોસ્પિટલના ડોકટરોએ આ ઘટના બાદ હડતાળ, રેલી સહિતના કાર્યક્રમો આપ્યા હતા અને ગુનેગારોને કડક સજાની માંગ કરી હતી. જોકે રાજપીપળા મેડિકલ કોલેજ અને સિવિલના ડોકટરો પણ આ વિરોધમાં જોડાયા અને કાળા કપડાં પહેરી કામગીરી ચાલુ રાખી હતી.
   હાલમાં ગુજરાતની તમામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા વધારવા અધિકારીઓ એ કાર્યવાહી કરી છે જેમાં રાજપીપળા સિવિલમાં હાલમાં માત્ર આઠથી દસ સિક્યુરિટી ગાર્ડ હોય જેઓ દરેક જગ્યા પર પહોંચી નહિ શકતા થોડાક મહિના પહેલા એક દર્દી પહેલા માળેથી નીચે કુદી પડતાં મોત થયું હતું છતાં હજુ સુધી સિવિલ સત્તાધીશો એ સિક્યુરિટીમાં વધારો કર્યો નથી અને હવે કોલકત્તાની દુઃખદ ઘટના બાદ સિક્યુરિટી, સીસીટીવી કેમેરા વઘારવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલમાં જે આઠ દસ સિક્યુરિટી ગાર્ડ સિવિલ હોસ્પિટલ માં ફરજ બજાવે છે તેમને કોઈ યુનિફોર્મ, દંડો કે વિશલ નહિ આપતા ત્યાં આવતા લોકો સિક્યુરિટી તરીકે એમને ઓળખી શકતા નથી તો દરેક માળ અને ગેટ સહિતની જગ્યાઓ પર યોગ્ય સિક્યુરિટી અને દરેક ઠેકાણે યોગ્ય સીસીટીવી કેમેરા મુકાઈ એ દરેકની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે

(11:00 PM IST)