<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 ગેમ ઝોન અગ્નિકાંડ : મનસુખ સાગઠીયાની ઓફિસમાંથી ૧૪ કરોડનું સોનુ, ૧ાા કિલો ચાંદી અને ૩ કરોડ રોકડા મળતાં ખળભળાટ : મનપાના સસ્‍પેન્‍ડેડ ટીપીઓ સામે સાપરાધ મનુષ્‍ય વધ, બોગસ મિનીટ્‍સ બૂકના ગુના નોંધાયા બાદ એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોએ અપ્રમાણસર મિલ્‍કતનો ગુનો દાખલ કર્યો હતોઃ ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસે ‘ટ્‍વીન ટાવર'ના ૯મા માળે રાતના અગીયારથી સવાર સુધી કાર્યવાહી : સાગઠીયાને સાથે રાખી અગાઉ ઓફિસનું સીલ ખોલાયું: રાજકોટ શહેર, ગ્રામ્‍ય, સુરેન્‍દ્રનગર એસીબીના ૨૦ અધિકારીઓ, કર્મચારીઓની ટીમો ત્રાટકીઃ ચાર મોટા બોક્‍સ ભરીને ફાઇલો પણ લઇ જવામાં આવીઃ દરોડાની કાર્યવાહી બાદ નીચે ઉતરતાં એક અધિકારી કાચના દરવાજામાં અથડાતાં ઇજા પહોંચી : ગુનો નોંધાયો ત્‍યારે આવક કરતાં ૪૦૦ ટકા વધુ મિલ્‍કત થતી હવે ૭૦૦ ટકા થઇઃ રિમાન્‍ડની તજવીજ5:29 PM IST

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ધાર્મિક કાર્યક્રમમાં થયેલી નાસભાગમાં 90 થી વધુ લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. : * વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ સમુદાય પર કરેલી ટિપ્પણી પર નિશાન સાધ્યું હતું. : * રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાના જવાબમાં, વડાપ્રધાને ખાતરી આપી હતી કે NEET પેપર લીક કેસમાં ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. : * હવામાન વિભાગે કહ્યું- ચોમાસું નિર્ધારિત સમય કરતાં છ દિવસ પહેલા સમગ્ર દેશમાં પહોંચી ગયું છે. : * બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં લગભગ 180 લોકોના મોત થયા છે. : * વાવાઝોડું બેરીલને કારણે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં અટવાયેલી T20 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે સ્વદેશ પરત ફરે તેવી શક્યતા છે.9:37 PM IST

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન લોકસભામાં હિંદુ સમુદાય પર રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને વિવાદ ફાટી નીકળ્યો : ટ્રેઝરી બેન્ચે તેના પર સમુદાયનું અપમાન કરવાનો આરોપ મૂક્યો : રાહુલ ગાંધીએ આરોપો નકાર્યા : * સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષના નેતા પર અગ્નિવીર યોજના પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. : * ત્રણ ફોજદારી કાયદાઓ દેશની સૌથી આધુનિક ફોજદારી ન્યાય પ્રણાલી તરફ દોરી જશે તેમ ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. : * ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપ-લે કરી. : * દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન, હરિયાણા અને પંજાબના વધુ ભાગોમાં આગળ વધ્યું. : * મહિલા ક્રિકેટમાં, ચેન્નાઈમાં વિક્રમી ટેસ્ટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું.9:17 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે જાપાનના મુંબઈ સ્થિત કૉન્‍સ્યુલ જનરલ : જાપાન-ભારત-ગુજરાતના પરસ્પર મજબૂત સંબંધો અને સ્ટ્રેટેજીક ગ્લોબલ પાર્ટનરશીપ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને આભારી છે : વાયબ્રન્ટ સમિટ ની ઉત્તરોત્તર જ્વલંત સફળતાઓમાં જાપાન ની સહભાગીદારીની પ્રસંશા કરતા મુખ્યમંત્રી : જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક : ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ : રાજ્ય સરકાર જાપાનના ઉદ્યોગોને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીન પસંદગી અને ફાળવણીમાં જરૂરી મદદ કરશે: મુખ્યમંત્રી : ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપના ૫૦ વર્ષમાં બિઝનેસ-ઇકોનોમી સાથે કલ્ચરલ રિલેશન્સ પણ વધુ સંગીન બન્યા છે: જાપાન કૉન્‍સ્યુલ જનરલ5:04 PM IST

મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય સાથે ટોચના આઇપીએસ દ્વારા વરસતા વરસાદ વચ્‍ચે રથયાત્રાના ૧૬ કી.મી. રૂટની ચકાસણી : શૈક્ષણિક સંસ્‍થાઓને બોંબથી ઉડાડી દેવાની ધમકી પાછળ પાકિસ્‍તાનનો હાથ હોવાના ઈમેલ પગલે પગલે રિહર્સલ પહેલા ટોચના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ લો એન્‍ડ ઓર્ડર વડા ,બીએસએફ બેંક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા અજય તોમર, સેકટર વડા નીરજ બડગુજ્જર, ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ દ્વારા નિરીક્ષણઃ ગુપ્તચર વડા આર બી.બ્રહ્મભટ્ટ પણ સામેલ, હિન્‍દુ મુસ્‍લિમ સમાજ દ્વારા એકતાનાં અદભુત દર્શન, ડીજીપી ટીમનું ભવ્‍યાતિ ભવ્‍ય સ્‍વાગત, રૂટ પર ઝીણવટભર્યા ચેકીંગથી મેગા રિહર્સલ બન્‍યાનો મત..1:42 PM IST