<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ:લાંબા વિરામ બાદ મેજાના આગમનથી ખેડૂતોમાં ખુશી

ખાનપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોર, વીરપુર સહીતના તાલુકામાં વરસાદ

 

મહીસાગર જિલ્લામાં પણ અન્ય જિલ્લાઓની જેમ ગાયબ થયેલ વરસાદનું ફરીએકવાર આગમન થયું છે. જિલ્લાના ખાનપુર, સંતરામપુર તેમજ લુણાવાડા સહીત અનેક તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર વરસી રહી છે. લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ બેઠા હતા. ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેતી પાકોને જીવનદાન મળ્યું છે. જોકે, જિલ્લામાં હજી પણ વરસાદની છે ઘટ ત્યારે આજના વરસાદથી ખેડૂતોને ઘટ પુરી થશે તેવી આશા બંધાઈ છે.

(12:47 PM IST)