તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Saturday, 24th August 2024
અમદાવાદમાં મેઘમહેર: નરોડામાં પોણા 3 ઇંચ. જોધપુરમાં અઢી ઇંચ અને રાણીપમાં દોઢ ઈંચ વરસાદ: પાણી ભરાયા
એસ.જી હાઈવે પર પણ પ્રહલાદનગર ચાર રસ્તા, થલતેજ અંડર બ્રિજ પાસે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

અમદાવાદમાં વરસાદે એકંદરે વિરામ લીધો હતો. જો કે ગત ગુરુવારથી મેઘરાજાએ આળસ ખંખેરીને ઉભા થયા હોય તેમ અમદાવાદ સહિત રાજ્યમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો આજે સતત ત્રીજા દિવસે શહેર અને જિલ્લામાં મેઘાવી માહોલ યથાવત જોવા મળ્યો હતો. આજે આખા દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ પોણા 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
જો આજે શહેરમાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, આજે સૌથી વધુ 72 મિ.મી (2.83 ઈંચ) વરસાદ નરોડા વિસ્તારમાં ખાબક્યો હતો. આ સિવાય જોધપુરમાં 67 મિ.મી (2.64 ઈંચ), મણિનગરમાં 63 મિ.મી (2.48 ઈંચ), સાયન્સ સિટી 58.50 મિ.મી (2.30 ઈંચ), ગોતામાં 57.50 મિ.મી (2.26 ઈંચ), ઓઢવમાં 51.50 મિ.મી (2.03 ઈંચ), મેમ્કોમાં 50.50 મિ.મી (1.99 ઈંચ), દૂધેશ્વરમાં 44.50 મિ.મી (1.75 ઈંચ) તેમજ રાણીપમાં 40.50 મિ.મી (1.59 ઈંચ) વરસાદ વરસ્યો છે.
આજે સવારે 8 થી 12 વાગ્યા દરમિયાન તૂટી પડેલા વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના એસ.જી હાઈવે પર પણ પ્રહલાદનગર ચાર રસ્તા, થલતેજ અંડર બ્રિજ પાસે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સિવાય શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ વરસાદી પાણી ભરાઈ જતાં મીઠાખળી અંડરપાસમાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. જે અંતર્ગત મીઠાખળી અંડરપાસ લગભગ બે કલાક બંધ રહ્યો હતો. જે બાદ પાણીનો નિકાલ થયા બાદ સાડા 12 વાગ્યાની આસપાસ ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ સાથે જ અમદાવાદ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 538.54 મિ.મી એટલે કે 21.20 ઈંચ થઈ ગયો છે. જ્યારે ગઈકાલે પણ આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સરેરાશ પોણા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ નરોડા અને મેમ્કોમાં અઢી-અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
