તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Sunday, 25th August 2024
રાજપીપળાની શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને “શ્રેષ્ઠ N.S.S. કોલેજ” સન્માનપત્ર એનાયત કરાયું
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન થયેલ કુલ ૩૨ એક્ટિવિટી તેમજ ખાસ વાર્ષિક શિબિર અંતર્ગત થયેલ એક્ટિવિટીની પાવર પોઈન્ટ પ્રેસેંટેસન રજૂ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલામાં રાષ્ટ્રીય સેવા યોજના(N. S. S.) માં ચાર યુનિટની સેવા કાર્યરત છે. તા. ૧૭/૦૮/૨૦૨૪ ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિધાલય, સુરત દ્વારા આયોજિત એક દિવસીય કાર્યશાળા “સેવા હી સાધના- ૨૦૨૪” ના કાર્યક્રમમાં અતિથિ વિશેષ ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી (રાજયક્ક્ષા) પ્રફુલભાઈ પાનશેરીયાના વરદ હસ્તે કોલેજને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે આ યુનિટ દ્વારા કરવામાં આવેલ ખૂબ જ ઉલ્લેખનીય કાર્ય અને રાષ્ટ્રભક્તિ, સમાજ જાગરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, બોધ્ધિક, વાર્ષિક શિબિર અને મુખ્યત્વે યુવા જાગરણ જેવા વિશિષ્ટ કાર્યો ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સેવા યોજના(N. S. S.) માં સક્રિય કામગીરી બજાવનાર કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (N. S. S.) વિભાગ ને “શ્રેષ્ઠ N. S. S. કોલેજ” સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વ વિધાલયના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવ ડૉ. રમેશદાન સી. ગઢવી, N. S. S.ના ડાયરેક્ટર પ્રકાશચંદ્ર પટેલ અને જુદી જુદી કોલેજના પ્રોગ્રામ ઓફિસર ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્ર્મમાં કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડૉ. જેતલકુમારી જે. પટેલ એ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન થયેલ કુલ ૩૨ એક્ટિવિટી તેમજ ખાસ વાર્ષિક શિબિર અંતર્ગત થયેલ એક્ટિવિટી ની પાવર પોઈન્ટ પ્રેસેંટેસન આપી કોલેજના એન. એસ. એસ. વિભાગ ની સફળતા રજૂ કરેલ. આ સિદ્ધિને કોલેજના પ્રાચાર્ય ડૉ. એસ. જી. માંગરોલા, ટ્રસ્ટગણ અને સમસ્ત કોલેજ પરિવાર એ ખૂબ જ આનંદ ની લાગણી વ્યક્ત કરી, સમગ્ર N. S. S. પ્રોગ્રામ ઓફિસરની ટીમને અને N. S. S. ના તમામ સ્વ્યંસેવકો ને હદયપૂર્વક અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં પણ કોલેજને આવા શ્રેષ્ઠ સન્માન મળે એવી શુભેચ્છા પાઠવી હતી
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
