<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

સાગબારાના આવલીકુંડ ગામમાંથી ઘર આંગણે પાર્ક કરેલી બાઈકની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આવલીકુંડ ગામમાં ઘર પાસે પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી થતા માલિકે ફરિયાદ આપી છે
   મળતી માહિતી અનુસાર વિષ્ણુભાઇ દાદનીયાભાઇ વસાવા(રહે,આવલીકુંડ મંદિર ફળિયુ )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ કોઇ અજાણ્યા શખ્શે તા.૧૯/૦૮/ ૨૦૨૪ ના રાત્રીના સમય ગાળા દરમ્યાન તેમણે પોતાના ઘરના આંગણામા ખુલ્લામાં પાર્ક કરીને મુકેલ પોતાની હીરો-હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર-GJ-22-J-0771 ની આશરે કિ.રૂા.૩૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 

(1:13 AM IST)