<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

રાજપીપળા નગરપાલિકા સંચાલિત પુસ્તકાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળતા સાંસદ

આ લાઇબ્રેરીનો સમય સવારે ૮ થી સાંજે ૬ સુધીનો હોય જેને વધારી રાત્રે ૧૧ વાગ્યા સુધી કરાવવા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા નગરપાલિકા સંચાલિત લાયબ્રેરીમાં વાંચન માટે આવતા રાજપીપળા અને આસપાસના ગામના વિદ્યાર્થીઓ ની સાંસદ મનસુખભાઇ વસાવા એ મુલાકાત કરી, આ યુવા વિદ્યાર્થીઓ આગામી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે લાયબ્રેરી માં વાંચવા માટે આવે છે. પરંતુ નગરપાલિકાની આ લાયબ્રેરી સવારે 8-00થી લઈને સાંજે 6-00 વાગ્યા સુધી જ ખુલ્લી રહે છે. માટે આ વિદ્યાર્થીઓ એ સાંસદ પાસે માંગ કરી કે લાયબ્રેરી રાત્રીના 11-00 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે. જેથી તેઓ વધુ કલાકો સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે.

સાંસદે વિદ્યાર્થીઓની આ માંગ અંગે રાજપીપળા  નગર પાલિકાના ચીફ ઓફિસરનું ધ્યાન દોરી, આ લાયબ્રેરી વિદ્યાર્થીઓ માટે રાત્રીના 11-00 કલાક સુધી ચાલુ રાખવા જણાવ્યું હતું.
લાયબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓની સુવિધા માટે તમામ પ્રકારના પગલાં લેવાંની બાંહેધરી સાંસદે આપી,  સાથે જ તેઓ તમામ આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉત્તમ તૈયારી કરે તેમજ ઉચ્ચ પરિણામ મેળવીને તેમના સપના સાકાર કરે તેવી શુભેચ્છા સાંસદ મનસુખભાઇ વસાવાએ પાઠવી હતી.


 

(1:17 AM IST)