<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ખાનગી મેડીકલ કોલેજોની ફીમાં તોતીંગ વધારા સામે વાલીઓમાં ભારે રોષ

રાજકોટઃ ગુજરાત રાજયની ખાનગી મેડીકલ કોલેજોમાં કરવામાં આવેલા તોતીંગ ફી વધારા સામે વાલીઓમાં ભારે રોષ વ્‍યાપી ગયો છે. વાલીઓ દ્વારા આ તોતીંગ ફી વધારા સામે ફિ નિર્ધારણ કમિટી સમક્ષ રજુઆત કરવા દોડી ગયા હતા.

ગુજરાતની ખાનગી મેડીકલ કોલેજોમાં જીએમઇઆરએસ મેડીકલ કોલેજમાં ફી વધારો કરવામાં આવ્‍યો હતો ત્‍યારે વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનોના ઉગ્ર વિરોધ બાદ નજીવો ફી ઘટાડો કરવામાં આવેલ ત્‍યારે તાજેતરમાં ખાનગી મેડીકલ કોલેજોની ફી માં કમરતોડ ફી વધારો થતા વાલીઓમાં ભારે રોષ વ્‍યાપી ગયો છે. આવનાર દિવસોમાં આ ફી વધારા સામે દેખાવો વધશે.

(1:52 PM IST)