તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Sunday, 25th August 2024
વરસાદી સીસ્ટમ્સ ડીપ ડીપ્રેશનમાં ફેરવાશેઃ ગુજરાતમાં ૭ર કલાક મધ્યમથી અતિભારે વરસાદની શકયતા

રાજકોટઃ વરસાદી સીસ્ટમ્સ ડીપ્રેશનમાં ફેરવાઇ ગઇ છે અને ડીપ ડીપ્રેશનમાં પરિવર્તીત થવાની પ્રબળ શકયતાઓ વચ્ચે ગુજરાતમાં આગામી ર૪ થી ૭ર કલાકમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી મુજબ વાદળો વધુ ગાઢ બનશે. આ સીસ્ટમ્સ પૂર્વ ભારતથી અરબ સાગર સુધી બની છે અને તેનો ટર્ફ ગુજરાત તરફ નમેલો છે. જેથી કાલથી ગુજરાત રીઝયનમાં ભારે તથા અતિ ભારે વરસાદની શકયતા છે. ઉપરાંત દક્ષીણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વરસાદ સતત ચાલુ રહેશે. અમુક જગ્યાએ ૮ ઇંચથી વધુની શકયતાઓ છે.
સૌરાષ્ટ્રમાં પણ આજથી જ મેઘાનું જોર વધ્યુ છે. ત્યારે આવતા ૭ર કલાકમાં ભારેથી અભિભારે વરસાદ પડાવની સંભાવના છે. ઉપરાંત મંગળવારથી સૌરાષ્ટ્ર-કચ્છના વરસાદી વિસ્તારોમાં પણ વધારો થવાની શકયતા છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
