<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

નંદ ઘેર આનંદ ભયો :ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટે નોંધી લેશો સમય

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો ઉમટતા હોય છે: મંદિર ટ્રસ્ટ અને પોલીસે તૈયારીઓ કરી

અમદાવાદ :આવતીકાલે 26મી ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટતા હોય છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ અને પોલીસે તૈયારીઓ કરી છે. આ વખતે જન્માષ્ટમીએ તમે પણ દ્વારકા, શામળાજી કે ડાકોર જવાના હોય તો કાળિયા ઠાકોરના દર્શન માટેનો સમય શું રહેશે, જાણી લો.

દ્વારકામાં દર્શન માટેનો સમય

26-8-2024 શ્રીજીની મંગળા આરતી દર્શન 6 કલાકે

મંગળા દર્શન સવારે 6થી 8 કલાકે

શ્રીજીની ખુલ્લે પડદે સ્નાન દર્શન અભિષેકના દર્શન 8 કલાકે

શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) 10 કલાકે

શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) 10:30 કલાકે

શ્રીજીની શ્રૃંગાર આરતી 11:00 કલાકે

શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) 11:15 કલાકે

શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) 12 કલાકે

અનોસર (બંધ) 1 થી 5 કલાક સુધી બપોરે રહેશે 

શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન 5 કલાકે

શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) 05:30 કલાકે 5:45 કલાકે

શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) 7:15 કલાકથી 7:30 કલાક સુધી

શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે

શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) 8 કલાકથી 8:10 કલાક સુધી

શ્રીજીની શયન આરતી દર્શન 08:30 કલાકે

શ્રીજી શયન અનસર (દર્શન બંધ) 09:00 રહેશે. 

શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન 12 કલાકે

શ્રીજી શયન (દર્શન બંધ) 02:30 કલાકે રહેશે

ડાકોર મંદિરમાં દર્શન માટેનો સમય

ડાકોરમાં ઠાકોરજીના દર્શન માટેનો સમય સવારે 6.30 વાગ્યાથી 6.45 વચ્ચેનો રહેશે.

અનોસર (મંદિર બંધ) બપોરે 1 થી 4.45 વાગ્યા સુધી.

ઉત્થાપન આરતીનો સમય સાંજે 5 વાગ્યાનો રહેશે.

જન્માષ્ટમી મહોત્સવના આરતી દર્શન રાત્રે 12 વાગ્યે રહેશે.

શામળાજી મંદિરમાં ક્યારથી દર્શન કરી શકાશે?

શામળાજીમાં મંદિર સવારે 6 વાગ્યે ખુલશે.

મંગળા આરતી સવારે 6.45 વાગ્યે થશે.

શણગાર આરતી સવારે 9.15 વાગ્યે થશે.

સવારે 11.30 વાગ્યે રાજભોગ ધરાવવામાં આવશે, આથી મંદિર બંધ થશે.

બપોરે 12.15 વાગ્યે મંદિર ખુલશે અને રાજભોગ આરતી થશે.

બપોરે 1 વાગ્યે ઠાકોરજી પોઢી જશે અને મંદિર બંધ થઈ જશે.

બપોરે 2.15 વાગ્યે ઉત્થાપન થશે.

સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી.

8 વાગ્યે શયન ભોગ થશે.

રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજણી.

રાત્રે 12.30 વાગ્યે આરતી થશે.

અને રાત્રે 1 વાગ્યે મંદિરના દ્વાર બંધ થશે.

(6:38 PM IST)