News of Sunday, 25th August 2024
સુરતમાં શાકભાજી કાપવાનાં ચપ્પુથી જ પત્નીને ઉપરાછાપરી 7 જેટલા ઘા મારીને મોતને ઘાટ ઉતારી
સુરતનાં ઉધના વિસ્તારમાં હત્યા:જમવાનું બનાવવા અને શકભાજીને લઈ ઝઘડો કર્યો:પત્ની શાકભાજી ના લેવા જતા પતિએ હત્યા કરી નાખી

સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી. મારામારી, હત્યા જેવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ત્યારે, હવે વધુ એક હત્યાનો બનાવ ઉધના વિસ્તારમાં બન્યો છે. જમવા અને શાકભાજી લઈ લાવવા જેવી નજીવી બાબતે ક્રૂર પતીએ પત્નીની નિર્મમ હત્યા કરી હતી અને પછી પોતે ભુરિયા પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું હતું. આ મામલે પોલીસે પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતનોt) ઉધના વિસ્તાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઉધના વિસ્તારમાં પતિએ નજીવી બાબતે પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, ઉઘના વિસ્તારમાં રહેતા આરોપી પતિ અકલેશનો તેની પત્ની સાથે જમવાનું બનાવવા અને શાકભાજી લઈ આવવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. પત્નીએ શાકભાજી લઈ આવવાની ના પાડી દેતા અક્લેશ એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે શાકભાજી કાપવાનાં ચપ્પુથી જ પત્નીને ઉપરાછાપરી 7 જેટલા ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
