<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

વલસાડમાં નદીના પાણી ફરી વળ્યા: કફોડી સ્થિતિ : એક-એક માળ પાણીમાં: લોકોના જીવ તાળવે ચોંટ્યા

નદીઓ ગાંડીતૂર બનતાં લોકોને ઘર છોડવાનો વારો:નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા: કલ્યાણવાડી વિસ્તારમાં પહેલા માળ સુધી પાણી : ઔરંગા નદીને લઈ પુરની સ્થિતિ સર્જાઇ: કૈલાશ બ્રિજ પર પાણી ફરી વળતા 28 ગામોને જોડતો માર્ગ બંધ : ધમડાચી ગામના 70થી 80 ઘરો પાણીમાં ગરકાવ

વલસાડ: ભારે વરસાદને કારણે વલસાડની સ્થિતિ કપરી બની છે. નદીઓ ગાંડીતૂર બનતાં લોકોને ઘર છોડવાનો વારો આવી રહ્યો છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે. વલસાડના કલ્યાણવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. સોસાયટીના ઘરો પાણીમાં ડૂબ્યા છે. મકાનોના પહેલા માળ સુધી પાણીમાં ડૂબેલા દેખાયા છે. કલ્યાણવાડી નદીના પાણી ફરી વળ્યા છે. આવામાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે.

ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ઔરંગા નદીના જળસ્તર વધ્યા છે. સતત પાણીની આવક વધતા નદી તોફાની બની છે.

વલસાડમાં ઔરંગા નદીને લઈ પુરની સ્થિતિ સર્જાઇ છે. ઔરંગા નદી તોફાની બનતા પાણી ગામમાં ફરી વળ્યા છે.

વલસાડ હાઇવેથી ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે. ઔરંગા નદીનું પાણી કૈલાસ બ્રિજ પર ફરી વળ્યું છે.

કૈલાશ બ્રિજ પર પાણી ફરી વળતા 28 ગામોને જોડતો માર્ગ બંધ થયો છે.

કૈલાશ બ્રિજ પાસે આવેલા ધમડાચી ગામમાં પાણી પાણી છે, ઘરોમાં ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે.

ધમડાચી ગામના 70થી 80 ઘરો પાણીમાં ગરકાવ છે.

ઔરંગા નદી તોફાની બનતા પાણી ગામમાં ફરી વળ્યા છે

કૈલાશ બ્રિજ પાસે આવેલ ધમડાચી ગામમાં પાણી પાણી થયા છે

(7:31 PM IST)