<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

શ્રાવણીયો જુગાર રમતા જુગારીયાઓને રૂ. ૬૯.૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી નર્મદા નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ચોક્કસ બાતમી મેળવી પ્રોહી/જુગારના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સુચના આપી હતી. માટે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીગ મા હતા. તે દરમ્યાન વિશાલભાઈ મહેશભાઈ તથા વિકેશભાઈ દશરીયાભાઈ નાઓને બાતમી મળેલ કે, ડેડીયાપાડા પો.સ્ટે વિસ્તારના નવાગામ ના સોમાદાદા ફળીયા ખાતે કેટલાક શખ્સો ખુલ્લી જગ્યામાં પત્તા- પાનાનો પૈસા વડે હાર-જીતનો જુગાર રમી-રમાડે છે અને હાલ જુગાર રમવાની પ્રવૃતિ ચાલુ છે. જે બાતમી આધારે પોલીસ માણસો એ પહોંચી ત્યાં કોર્ડન કરી અચાનક રેઈડ કરી આરોપીઓને પકડી પાડી આરોપીઓની અંગ ઝડતી, દાવ ઉપર ના રોકડ મળી રૂ.૧૪,૩૦૦- તથા મોબાઈલ નંગ ૦૩ કિ.રૂ ૧૫૦૦૦/- તથા બે મો.સા જેની કિ.રૂ ૪૦,૦૦૦- મળી કુલ્લે કિં.રૂ ૬૯.૩૦૦/-ના જુગારના મુદામાલ સાથે પકડી પાડયા હતા અને આ ગુનો રજીસ્ટર કરવા આગળની વધુ તપાસ અર્થે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યા છે.
પકડાયેલ આરોપીઓ : (૧) ભરતભાઈ ચંપકભાઈ વસાવા( રહે.નવાગામ તા.ડેડીયાપડા જી.નર્મદા)
વોન્ટેડ આરોપી:- (૨) દિલીપભાઇ હરીસીગભાઈ વસાવા (રહે નિગંટ તા.ડેડીયાપાડા જી. નર્મદા) (૩) ભાવસીગભાઈ વસાવા જેના પિતાના નામની ખબર નથી (રહે.નવાગામ તા. ડેડીયાપાડા જી.નર્મદા)(૪) અશ્વિનભાઈ દેવજીભાઈ વસાવા (રહે.નવાગામ સુથાર ફળીયા તા.ડેડીયાપાડા જી.નર્મદા) (૫) ચંદુભાઈ વસાવા જેના પિતાના નામની ખબર નથી (રહે.

નવાગામ તા.ડેડીયાપાડા જી.નર્મદા) (૬) સાહિલભાઈ શેરમોહમદી ધોરી( રહે.પારસી ટેકરા ડેડીયાપાડા તા.ડેડીયાપાડા જી.નર્મદા)

(10:02 PM IST)