News of Sunday, 25th August 2024
નર્મદા LCB એ કતલખાને લઈ જવાતી ૨૮ ભેંસો અને ૧ પાડો ભરેલ બે ટ્રકો પકડી ગુના દાખલ કર્યા
બે ટ્રકોમાં મૂંગા પશુ (ભેંસો) ક્રૂરતા પૂર્વક ભરી કતલખાને લઈ જવાના ઇરાદે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં રાજ્ય બહાર લઈ જતા શખ્સોને મુદ્દામાલ સાથે LCB એ પકડી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં મૂંગા પશુઓને કતલખાને લઈ જવાની કામગીરી અનેકવાર પકડાઈ છે પોલીસ ગુના દાખલ કરે છે છતાં આ વેપલો અટકતો નથી જેમાં ગતરોજ એલસીબી ટીમે તાલુકાના રાલ્દા ગામના બસ સ્ટેશ પાસેથી બે ટ્રકો માં લઇ જવાતી ભેંસો અને મુદ્દામાલ ઝડપી પાડયો છે
આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી નર્મદા નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ચોક્કસ બાતમી મેળવી ગે.કા પ્રવૃતી અટકાવવા સૂચના આપેલ હતી. જેમાં એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીગ મા હતા. તે દરમ્યાન પો.કો વિકેશભાઈ દશરીયાભાઈ તથા પો.કો વિશાલભાઈ મહેશભાઈ નાઓને બાતમી મળેલ કે ડેડિયાપાડા પો.સ્ટે વિસ્તારના રાલ્દા ગામના બસ સ્ટેશન પાસે બે ટ્રકો શંકાસપદ હાલતમાં જણાતા બન્ને ટ્રકોને ઉભી રાખી ટ્રકનુ ચેકીગ કરતા પહેલા ટ્રકની અંદર ભેસો-૧૩ તથા બીજા ટ્રક ની અંદર જોતા ભેસો-૧૫ તથા પાડો-૦૧ એમ કુલ-૨૯ અબોલ પશુના જીવ બચાવી પકડાયેલ ઈસમો વિરુધ્ધ માં ડેડીયાપાડા પો.સ્ટેમાં બે અલગ અલગ ગુના નોંધી ગુનો રજીસ્ટર કરવા આગળની વધુ તપાસ અર્થે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ : (૧) શબ્બીર મફતભાઈ ડોડીયા રહે.શિવાજીનગર સાગબરા જી.નર્મદા (૨) મહમદ સુભાનભાઈ મુલ્તાની રહે.ઝખવાવ તા.માંગરોળ જી.સુરત (૩ અયાઝહુસેન ઝાકીરહુસેન મકરાણી હે.જમાદાર ફળીયા સેલંબા તા.સાગબારા જી.નર્મદા (૪) સલીમભાઈ મુસાભાઈ(સીધી)જમાદાર રહે.વલણ સીધીવાડ તા.કરજણ જી.વડોદરા(૫) ગણપતભાઈ પ્રતાપભાઈ ઠાકરે રહે. સાગબારા પંચાયત ફળીયા સાગબારા જી.નર્મદા વોન્ટેડ આરોપી:-(૬) સાઝીદ યાકુબભાઈ સીધી રહે. વલણ તા.જી ભરુચ (૭) વાહીદ એહમદભાઈ પટેલ પારખેત તા.જી ભરૂચ
પકડાયેલ મુદામાલ :- (૧) ભેસો નંગ-૨૭ કિ.રૂ ૨,૭૦,૦૦૦/- (૨)પાડૉ-૦૧ ૧૦,000/-(૨) મોબાઈલ નંગ ૦૨ કિ.રૂ ૧૪૦૦૦/-(૩) બે ટ્રકો જીજે-૧૮-એયુ-૯૨૩૭ તથા જીજે-૧૫-વાયવાય-૦૬૪૦ કિ.રૂ ૨૦,૦૦,૦૦૦/-
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
