<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

અત્યારે મોડી રાત્રે સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર અત્યંત ભયજનક રીતે ભયાનક વાદળાઓ છવાયેલા જોવા મળે છે: કંઈ પણ નવા જૂની શક્ય છે: મહત્તમ સાવચેતી રાખવી જરૂરી: પ્રવાસ ટાળવો

અત્યારે રાત્રે ૯.૩૫ વાગ્યાની ઈન્સેટ ઉપગ્રહની તસવીરમાં સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર અત્યંત ભયજનક રીતે ભયાનક વાદળાઓ છવાયેલા જોવા મળે છે.

રાજકોટમાં સવારે ૪.૩૦ વાગ્યે શરૂ થયેલ વરસાદ અત્યારે રાત્રે ૯.૩૦ વાગ્યે, છેલ્લા ૧૭ કલાકથી ચાલુ જ છે.

સુસવાટા મારતા પવન સાથે ઠેર ઠેર ભારે વરસાદના વાવડ મળે છે.

કરાચીથી સૌરાષ્ટ્ર સુધીના પટ્ટામાં અતિ ભારે વાદળા છવાયેલા છે.. વાદળ ફાટવાની ઘટના સર્જાય તો નવાઈ નહીં. આગામી દિવસો અને કલાકોમાં કંઈ પણ બની શકે છે.. હેમ ખેમ સમય પસાર થઈ જાય તેવી પ્રાર્થના કરીએ..

(10:13 PM IST)