<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજ્યપાલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે ખેતી બૅંકના ૭૫મા સ્થાપના દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી સંપન્ન : ખેડૂતનું ધન સૌથી પવિત્ર છે, કારણ કે તેમાં તેની મહેનત અને પરસેવો ભળેલા હોય છે : ખેડૂત તો ‘રાજાનો પણ રાજા’ છે, તે રાજાથી માંડી રંક અને પશુ-પંખીઓ સૌને અનાજ પૂરું પાડે છે : આચાર્ય દેવવ્રતજી : સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે કાર્યરત ખેતી બૅંક જેવી સંસ્થાઓની ભૂમિકા ખેડૂતોની સધ્ધરતા માટે અગત્યની : ગુજરાતનું સહકાર મોડલ દેશમાં અગ્રીમ, ભાવિ પેઢીના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ₹૧૧૧ કરોડનો વિક્રમી ગ્રોસ પ્રોફિટ અને ઝીરો NPA બૅંકની સધ્ધરતા અને ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે: ખેતી બૅંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા3:47 PM IST

ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય: રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે : ભારે વરસાદના કારણે સુરત -જિલ્લામાં સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતમાં: ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થિતીનો તાગ મેળવ્યો : જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે મળીને કુદરતી આફતોનો સામનો કરવામાં સેતુરૂપ બને : સુરતમાં ખાડીપૂરની આવી સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણલક્ષી પગલા લેવાય : પૂર દરમિયાન સામે આવેલી વહીવટી ક્ષતિઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક એક્શન પ્લાન બનાવીને અમલમાં મૂકવા મુખ્યમંત્રીની તંત્રવાહકોને તાકીદ : નવસારીમાં અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતીની સમીક્ષા કરી4:59 PM IST

છોકરાએ ગાળો દેતાં લાફા મારનાર કૃષ્‍ણસિંહની ગોળી ધરબી હત્‍યા રણજીતે બે ગોળી ધરબી પછી તેના છોકરાઓએ બૂમો પાડી-પપ્‍પા હજી ગોળી મારો! : શેરીમાં વારંવાર બંબાટ સ્‍પીડથી બૂલેટ હંકારી રેસ કરતાં નવલનગરના અભિમન્‍યુ વાળાને કૃષ્‍ણસિંહ જાડેજાએ ઠપકો દેતાં તેણે તેના ભાઇ રાજવીરને બોલાવ્‍યોઃ રાજવીરે ‘તે શું મારા ભાઇ સાથે લપ કરી?' કહી ગાળો દેતાં વાત વણસીઃ કૃષ્‍ણદેવસિંહ જાડેજાએ તેને લાફા મારી લીધાઃ બાદમાં બંને ભાઇએ પોતાના પિતા રણજીત વાળાને ફોન કર્યોઃ રણજીત વાળાએ આવી ૪ ભડાકા કર્યા : વચ્‍ચે પડેલા કૃષ્‍ણસિંહના પિતરાઇ દાદા રહેન્‍દ્રસિંહ જાડેજાને માથામાં બંદુકના કૂંદા ફટકારતાં ગંભીર ઇજાઃ તેઓ સારવાર હેઠળઃ તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીએ હત્‍યાનો ભોગ બનનારના માસીયાઇ ભાઇ કુલદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી રણજીત વાળા, તેના બે પુત્રો સામે ગુનો નોંધ્‍યોઃ આરોપીઓને ઝડપી લેવા તજવીજ : રાજકોટના નાના મવા ગામતળ શેરી નં. ૪માં રાતે હત્‍યાથી ખળભળાટ2:33 PM IST

શરણાઈના સુરીલા સ્‍વરને ફિલ્‍મસંગીતમાં અમર કરનાર સંગીતકાર રામલાલ હીરા પન્ના : * મુઘલ-એ-આઝમ જેવી ફિલ્‍મો માટે વાદ્ય સંગીત આપનારા સંગીતકાર રામલાલ હીરા પન્ના એક સમયે વૈભવી જીવન જીવતા હતા. કમનસીબે તેઓ ગરીબીમાં ફસાઈ ગયા અને હારી ગયા. * તેઓ માનતા હતા કે સારો સ્‍વર કોઈપણ ભારે ઓર્કેસ્‍ટ્રા કરતાં વધુ અસરકારક બની શકે. * તેમણે સ્‍વતંત્ર સંગીતકાર તરીકે ‘હસ્‍ન બાનો' (૧૯૫૬), ‘નકાબ પોષ' (૧૯૫૬), ‘નાગલોક' (૧૯૫૭) અને ‘માયા મચ્‍છિન્‍દ્ર' (૧૯૬૦)માં સંગીત આપ્‍યું હતું. * ૧૯૪૪માં બોમ્‍બે આવ્‍યા અને સંગીત દિગ્‍દર્શક રામ ગાંગુલીના સહાયક તરીકે પૃથ્‍વીરાજ કપૂરના પૃથ્‍વી થિયેટર ગ્રુપમાં નોકરી મેળવી. ગાંગુલી સાથે તેણે શમશાદ બેગમ દ્વારા ગાયેલું ‘દેખ ચાંદ કી ઓર' અને શૈલેષ ‘જિંદા હું ઇસ તરહ કી ગમ ઝિદગી'માં વાંસળી વગાડી હતી. * લક્ષ્મીકાંત-પ્‍યારેલાલે ફિલ્‍મ ‘માયા મચ્‍છિન્‍દ્ર'માં તેમની સાથે સહાયક તરીકે કામ કર્યું હતું. કલ્‍યાણજી-આનંદજીએ પણ તેમના નિર્દેશન હેઠળ ‘નાગલોક'માં તેમની સાથે કામ કર્યું હતું. * પ્રખ્‍યાત સંગીતકાર રામલાલ ચૌધરી જેઓ તેમના કાનમાં હીરા અને પન્ના પહેરતા હોવાથી ‘રામલાલ હીરા પન્ના' તરીકે પણ ઓળખાતા હતા 10:42 AM IST

કામનાથ પ્રાઇવેટ લી. કંપનીને ત્રણ પ્રાદેશિક એવોર્ડ મળ્‍યા : ૧૯૫૦માં જેના પ્રારંભથી ‘નિશાન ચૂક માફ, નહિ નીચુ નિશાન માફ'એવી ઉત્‍કળષ્ટની પરંપરામા અમે કદી સમાધાન કર્યું નથીઃ અકિલા સાથે મેનેજીંગ ડાયરેકટર પ્રિયવદનભાઇ કકકડની વાતચીત : WOW એવોર્ડ ૨૦૨૬માં સફળતાની હેટ્રિકઃ યુવા ડાયટેક્‍ટર અવધ કકકડે ઉજ્‍વળ પરંપરા ચાલુ રાખવા પ્રતિબધતાની ખાત્રી ઉચ્‍ચારી ધ ફર્ન સી સાઈડ લકઝરીયસ ટેન્‍ટ રિસોર્ટ અને આત્‍મીય લગ્ન અને ઉજવણી માટે શ્રેષ્ઠ સ્‍થળ (ગોલ્‍ડન એવોર્ડ ) વર્ષના મનોરંજન કાર્યકમ, આંતર રાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ માટે સિલ્‍વર એવોડૅ મળ્‍યો દીવ, દમણ સહિત સમગ્ર સંઘ પ્રદેશનો ૩૬૦ ડિગ્રી ચો તરફ વિકાસનો યશ દુરંદેશી એડમીનીસ્‍ટેટ્રર પ્રફુલભાઇ પટેલને જાય છેઃ પ્રિયવદનભાઈ કક્કડ2:31 PM IST

ગોંડલના શખ્‍સે રાજકોટમાં કંપની ખોલી રોકાણકારોના ૮૦ લાખ ચાંઉ કર્યાઃ ૧૦૦૦ કરોડ એકઠા કરવાનું સપનું હતું! : વર્ષ ૨૦૨૩માં બ્રહ્માકુમારી સંસ્‍થામાં આવતી નિધીબેન પટેલે પોતે જાડેજા બ્રધર્સ ગ્રેઇન સર્વિસમાં નોકરી કરે છે, કંપની રોકાણ પર સારુ વળતર આપે છે કહેતાં વૃધ્‍ધા અને તેમના દિકરાએ રાજકોટના શિતલ પાર્ક પાસે આવેલી ઓફિસમાં ડિરેક્‍ટર સાથે મુલાકાત કરી રોકાણ કર્યુ હતું: શરૂઆતમાં રોકાણ પર ૩ ટકા વળતર આપવામાં આવ્‍યું: પછી વળતર બંધ થયું અને ઓફિસ પણ બંધ થઇ ગઇ : બાઇસાહેબબા સ્‍કૂલના નિવૃત પ્રિન્‍સીપાલ જાગૃતિબેન જોષી અને તેના પરિવારજનોના ૨૯ લાખ અને રાજકોટ, અણીયારા, જામગનરના પાંચ રોકાણકારોના ૫૧ લાખ ડુબ્‍યાઃ યુનિવર્સિટી પોલીસે કંપનીના ડિરેક્‍ટર રાજદિપસિંહ જાડેજા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી2:37 PM IST

સિંગાપોરની એર ટિકીટ અને વિઝાના નામે ૪૦ લોકોના ૭.૫૯ લાખ સુત્રાપાડા-અમદાવાદના શખ્‍સો ખાઇ ગયા : રૂડાનગર સામે સદ્દગુરૂનગરમાં રહેતી ક્રિષ્‍નાબેન રાવલીયા અગાઉ સ્‍લેડીંગ હોલીડેમાં વર્ક ફ્રોમ હોમ તરીકે નોકરી કરતી હતીઃ તેના જ સંચાલકે ઓછા ભાવે ટિકીટ-વિઝાની લાલચ આપી ઠગાઇ આચરી ક્રિષ્‍નાબેનના માતા જે કંપનીમાં સ્‍ટોકીસ્‍ટ તરીકે કામ કરે છે તેના ૪૦ સભ્‍યોને સારા કામ બદલ કંપની સિંગાપોર મોકલવાની હોઇ બૂકીંગ કરાવ્‍યું હતું: પણ પ્રવાસ તારીખના આગલા દિવસે કહેવાયું-તમારા વિઝા રીજેક્‍ટ થયા છેઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો સુત્રાપાડના અજય દેવળીયા અને અમદાવાદના દીપ માલવીયા સહિતની શોધખોળ1:28 PM IST