News of Sunday, 25th August 2024
ગરૂડેશ્વર વિયર ડેમ પર લિફ્ટનું કામ કરતા વ્યક્તિનો પગ લપસી જતાં નીચે પટકાતા મોત
અમદાવાદથી વિયર ડેમ પર લિફ્ટનું કામ કરવા આવેલા વ્યક્તિને મોત મળ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદાના ગરુડેશ્વર માં આવેલા વિયર ડેમ પર કામ કરતા વ્યક્તિનો પગ લપસી જતાં મોત નિપજ્યું હતું
મળતી માહિતી અનુસાર વિયર ડેમના સુપરવાઈઝર રમેશભાઇ ભલાભાઇ હડિયેલ(રહે.-ગરુડેશ્વર વિયર ડેમ બ્લોક નં-૩૫ તા.ગરુડેશ્વર) નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ મરનાર દિનેશભાઇ લક્ષમણભાઇ નાડીયા (ઉ.વ.૪૨)( મુળ રહે-૫૪૭ નેહરૂનગરના ઝુપડા અમરાઇવાડી અમદાવાદ શહેર અમદાવાદ હાલ રહે-ગરુડેશ્વર વિયર ડેમ બ્લોક નં-૩૫ તા.ગરુડેશ્વર, જી.નર્મદા) નાઓ ગરૂડેશ્વર ખાતે આવેલ વિયર ડેમની ઉપરના ભાગે લિફ્ટની કામગીરી કરતા હતા અને.લીફ્ટની આજુબાજુમા ટાઇલ્સ લગાડેલ હોય જે ટાઇલ્સ તુટી જતા આકસ્મીક પગ લપસી ગયેલ અને તેઓ ઉપરના ભાગેથી પડી જતા પાલકામા તથા લિફ્ટમા લગાડેલ એંગલનુ બનાવેલ બેકેટ સાથે અથડાવાથી ઇજાઓ થતા તેમજ ભોય તળીયે નીચે પડી પછડાવાથી ગંભીર ઇજાઓ થવાથી મોત થયું છે. ગરૂડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
