News of Sunday, 25th August 2024
સરદાર સરોવર ડેમના 15 દરવાજા 2.85 મીટર ખોલીને 3,45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે :એલર્ટ
નર્મદા જિલ્લાના 3 તાલુકાના 28 જેટલા અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા

નર્મદા જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાની જમાવટ જોવા મળી હતી. નર્મદા જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સુરક્ષા કારણોસર નર્મદા ડેમના 15 ગેટ 2.85 મીટર ખોલવામાં આવ્યા છે.
હકીકતમાં નર્મદા જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. આથી રુલ લેવલ જાળવવા માટે સરદાર સરોવર ડેમના 15 દરવાજા 2.85 મીટર ખોલીને 3,45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. જેના કારણે ડેમના નીચલા વિસ્તારમાં 3 લાખ ક્યુસેક જેટલો પાણી વહેશે. આથી નર્મદા જિલ્લાના 3 તાલુકાના 28 જેટલા અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નાંદોદ તાલુકાના ગામોઃ- (૧) સિસોદરા, (૨) ભદામ, (૩) માંગરોલ, (૪) ગુવાર, (૫) રામપુરા, (૬) રાજપીપળા, (૭) ઓરી, (૮) નવાપુરા, (૯) ધમણાચા, (૧૦) ધાનપોર, (૧૧) ભચરવાડા, (૧૨) હજરપુરા, (૧૩) શહેરાવ, (૧૪) વરાછા (૧૫) પોઈચા (૧૬) રૂંઢ
ગરૂડેશ્વર તાલુકાના ગામોઃ- (૧) સાંજરોલી, (૨) અંકતેશ્વર, (૩) સુરજવડ, (૪) ગોરા, (૫) ગરૂડેશ્વર, (૬) ગંભીરપુરા, (૭) વાંસલા
તિલકવાડા તાલુકાના ગામો:- (૧) વાસણ, (૨) તિલકવાડા, (૩) વડીયા, (૪) વિરપુર, (૫) રેંગણને એલર્ટ કરાયા છે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
