News of Sunday, 25th August 2024
ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલીને તાપી નદીમાં છોડાય છે પાણી : ડેમમાં 3,23 લાખ ક્યુસેક આવક
તાપી નદી કિનારે તેમજ નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા

દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. પરંતુ પાણીની આવક વધતાં રૂલ લેવલ કરતાં સપાટી વધી ગઈ છે. જેથી ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે
ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 94 હજાર 511 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 5 હજાર 655 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમના 11 દરવાજા 8 ફૂટ અને 4 દરવાજા 6.5 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી રહી છે.
આ સ્થિતિને પગલે તાપી નદી કિનારે તેમજ નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
