<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

વિશાળ શ્રી યંત્ર અંબાજી મંદિરમાં લાવવામાં આવ્યું: નરેન્દ્રભાઈ લોકાર્પણ કરે તેવી પૂરી શક્યતા

ઉત્તર ગુજરાતના શક્તિપીઠ અંબાજી પ્રસિદ્ધ અંબાજી શહેરમાં વિશ્વનું સૌથી મોટું અને સૌથી મોંઘું શ્રી યંત્ર મુકાય તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી ઓકટોબરે અંબાજીની મુલાકાત દરમિયાન તેનું લોકાર્પણ કરે તેવી શકયતા છે. 

જો કે નરેન્દ્ર ભાઈ ના ગુજરાત પ્રવાસના સત્તાવાર જાહેર કરાયેલા કાર્યક્રમમાં આ વાતનો ઉલ્લેખ નથી, પરંતુ આ શ્રી યંત્રને એક વિશાળ બોક્સમાં અંબાજી મંદિર લાવવામાં આવ્યું હતું, જેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે વડાપ્રધાનશ્રી તેનું અનાવરણ કરશે.

(2:12 PM IST)