<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

અમદાવાદમાં અતિ ભારે વરસાદ: પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ: બોટાદ, ઉમરેઠમાં એક-એક અને આણંદમાં બે મકાનો તૂટી પડ્યા: મધ્ય ગુજરાતમાં આભ ફાટ્યું છે બોરસદમાં ૧૦ ઇંચ, વડોદરામાં ૧૦ ઇંચ, આણંદમાં ૮.૫ ઇંચ: કચ્છના નખત્રાણામાં ૮ ઇંચ

અમદાવાદમાં અતિ ભારે વરસાદ ચાલુ, ૬ ઇંચ આસપાસ પડી ગયો. પ્રહલાદ નગર સહિત ચારે કોર ગોઠણ સમા પાણી ભરાયા છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ. 

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના પગલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર 

ધોધમાર વરસાદના પગલે બોટાદ, ઉમરેઠમાં એક-એક અને આણંદમાં બે મકાનો તૂટી પડ્યા.  બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે વૃદ્ધ મહિલાનું મકાન તૂટી પડ્યું. સદભાગ્ય તમામ લોકો બચી ગયા. મરેઠના રોહિત વાસમાં એક મકાન તૂટી પડ્યું છે 

મધ્ય ગુજરાતમાં આભ ફાટ્યું છે બોરસદમાં ૧૦ ઇંચ, વડોદરામાં ૧૦ ઇંચ, આણંદમાં ૮.૫ ઇંચ, પાદરા ખંભાત નડિયાદ મોરવા હડફમાં આઠ-આઠ ઈંચ, તારાપુર વસોમાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે.

કચ્છના નખત્રાણામાં ૮ ઇંચ વરસાદ પડ્યો છે. 

(6:01 PM IST)