News of Monday, 26th August 2024
મધ્ય ગુજરાતમાં મેઘ તાંડવ :વડોદરા, આણંદ અને ખેડામાં ભારે વરસાદ:4 વાગ્યા સુધી રાજ્યના 229 તાલુકામાં મેઘમહેર
બોરસદમાં 10 ઈંચ, વડોદરા શહેરમાં 9.5 ઈંચ, આણંદ શહેરમાં 8.5 ઈંચ, પાદરામાં 8 ઈંચ, ખંભાતમાં 8 ઈંચ, નડિયાદમાં 8 ઈંચ, મોરવા (હડફ)માં 8 ઈંચ, તારાપુરમાં 7.4 ઈંચ, વસોમાં 7.16 ઈંચ અને કચ્છના નખત્રાણામાં 6.8 ઈંચ વરસાદ

અમદાવાદ :વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરા, આણંદ અને ખેડામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 229 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
બોરસદમાં 10 ઈંચ, વડોદરા શહેરમાં 9.5 ઈંચ, આણંદ શહેરમાં 8.5 ઈંચ, પાદરામાં 8 ઈંચ, ખંભાતમાં 8 ઈંચ, નડિયાદમાં 8 ઈંચ, મોરવા (હડફ)માં 8 ઈંચ, તારાપુરમાં 7.4 ઈંચ, વસોમાં 7.16 ઈંચ અને કચ્છના નખત્રાણામાં 6.8 ઈંચ વરસાદ વરસ્યો છે.

(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
