News of Tuesday, 27th August 2024
લો બોલો....હવે નાંદોદ તાલુકાના ધાનપોર અને જીતગઢ ગામના માર્ગો પર પણ દીપડો લટાર મારતો જોવા મળ્યો
એક અઠવાડિયામાં એક બાદ એક થવડિયા, નિકોલી હવે ધાનપોર અને જીતગઢ ગામના માર્ગો પર દીપડાની હાજરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા માં ખાસ કરીને નાંદોદ અને તિલકવાડા તાલુકાના ગામોમાં અનેકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે અને આ સીલસીલો હજુ યથાવત જ છે, હાલમાં એકજ અઠવાડિયાના નાંદોદ તાલુકાના ચાર ગામોમાં દીપડો દેખા દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો
તાજેતરમાં પહેલા થવડિયા ગામ ત્યારબાદ નિકોલી ગામમાં દીપડાની હાજરી જોવા મળતા ગ્રામજનો ફફડી ઊઠયા હતા અને હવે ધાનપોર તેમજ જીતગઢ ગામના માર્ગો પર દીપડો નજરે પડતાં ગ્રામજનોમાં ભય જોવા મળ્યો હતો.અમુક ગામોમાં દીપડાએ મૂંગા પશુઓ ને ફાડી ખાધા હતા જ્યારે થોડાક દિવસ પહેલા માંડણ ગામ નજીક એક મહિલાને ઘસડીને લઈ ગયા બાદ મહિલાને મોતને ઘાટ ઉતારી હતી માટે આવી ગંભીર ઘટના બાદ હાલમાં જ્યાં જ્યાં દીપડા દેખાય છે ત્યાંના લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. વન વિભાગે આ માટે કોઈ નક્કર પગલાં લઈ લોકોને ભયમાંથી બહાર કાઢવા એક્શન પ્લાન બનાવવો પડશે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
