
સોનું હવે સામાન્ય માણસની પહોંચ બહાર? ભાવમાં અધધ વધારો થતા રોકાણકારોમાં ફફડાટ, જાણો આજના લેટેસ્ટ રેટ : સોનાની કિંમતોમાં ઐતિહાસિક તેજી: 24 કેરેટ સોનું રૂ. 1.60 લાખને પાર, લગ્નસરાની સીઝન પૂર્વે જ પીળી ધાતુના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા, ગુજરાતના મુખ્ય શહેરોમાં ભાવમાં જબરો ઉછાળો10:56 AM IST
યુએસ જજે ટ્રમ્પ વહીવટીતંત્રને ફટકો આપ્યો: ૮,૪૦૦ ઇમિગ્રન્ટ્સને રાહત આપી : ફેડરલ જજે સાત લેટિન અમેરિકન દેશોમાં ફેમિલી રિયુનિફિકેશન પેરોલ કાર્યક્રમોને સમાપ્ત કરવા પર રોક લગાવી:બોસ્ટન ડિસ્ટ્રિક્ટ જજ ઇન્દિરા તલવાનીએ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને આ કાર્યક્રમોને સમાપ્ત કરવાથી અસ્થાયી રૂપે રોકી દીધો12:02 AM IST
"મતદાનનો અધિકાર નબળો પાડ્યો ' કોંગ્રેસ પ્રમુખ ખડગેનો રાષ્ટ્રને સંદેશ: કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા : ૭૭મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રને સંદેશમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી:ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર સંઘીય માળખાને નબળી પાડી રહી છે અને વિપક્ષ શાસિત રાજ્યો સાથે ભેદભાવ કરી રહી છે11:20 PM IST
૯૨ વર્ષની ઉંમરે, તારપા વાદક ભીકલ્યા ઢીંડાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા : ઢીંડાએ આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી : સમાજના સાંસ્કૃતિક પ્રતિક બનેલા ભીકલ્યા ઢીંડાને પદ્મશ્રીથી સન્માનિત: ૧૨ વર્ષની ઉંમરે કોઈપણ ઔપચારિક શિક્ષણ વિના તારપા વાદ્ય અને નૃત્ય વગાડવાનું શરૂ કરનાર ભીકલ્યા ઢીંડાએ આદિવાસી સંસ્કૃતિમાં એક નવી ઓળખ લાવી હતી.11:19 PM IST
કચરાનો ગાડી, હાથમાં સાવરણી :લોકો તેમને ગાંડા કહેતા :જાણો પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પૂર્વ IPS અધિકારી ઇન્દ્રજીત સિદ્ધુ કોણ ? : પૂર્વ IPS અધિકારી ઇન્દ્રજીત સિંહ સિદ્ધુને પદ્મશ્રીથી સન્માનિત કરાશે ,નિવૃત્તિ પછી, 88 વર્ષીય સિદ્ધુ ચંદીગઢની શેરીઓ સાફ કરવામાં નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે. તેમના અથાક પ્રયાસોએ તેમને "અનસંગ હીરો" તરીકે ઓળખ અપાવી છે, 11:06 PM IST
હવે મણિકર્ણિકા ઘાટની યાત્રા કરી રહેલા સપા પ્રતિનિધિમંડળને અટકાવાયું : ભારે હોબાળો :સાંસદ વીરેન્દ્ર સિંહે પૂછ્યું, "સરકાર કયું સત્ય છુપાવી રહી છે?" : વારાણસીમાં, સમાજવાદી પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહ અને અન્ય સપા નેતાઓએ હંગામો મચાવ્યો: સપાનું એક પ્રતિનિધિમંડળ મણિકર્ણિકા ઘાટનું નિરીક્ષણ કરવા જતું હતું જેની મુલાકાત સપાએ અગાઉ જાહેરાત કરી હતી11:10 PM IST
સુરતના સામાન્ય ચોકીદારની રાષ્ટ્રભક્તિને પ્રધાનમંત્રીની સલામ: બેંક ખાતામાં માત્ર ૧૦૨ રૂપિયા: પીએમઓમાંથી આવ્યું દિલ્હીનું તેડું: હવે દંપતી સરકારી ખર્ચે વિમાનમાં લાલે પ્રજાસત્તાક પર્વની શાન બનશે : શહીદો પ્રત્યેની દીવાનગી એવી કે ૨ લાખ શહીદોનો ડેટા એકઠો કરનાર ચોકીદાર જિતેન્દ્રસિંહ રાઠોડ ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં વડાપ્રધાનના ખાસ મહેમાન બનશે: 'શહીદ સ્મારક હોલ' બનાવવાની રજૂઆત કરશે10:46 PM IST
જયચંદના 2026 બેચમાં આપનું સ્વાગત છે ': કોંગ્રેસના પૂર્વ નેતા શકીલ અહેમદ પર સાંસદ મણિકમ ટાગોરે પલટવાર કર્યો : કોંગ્રેસના પૂર્વ નેતા શકીલ અહેમદે રાહુલ ગાંધીને "કાયર" કહ્યા, જેના પર કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે તીવ્ર પ્રતિક્રિયા આપી: ટાગોરે શકીલ જેવા ટીકાકારોને "દેશદ્રોહી" કહ્યા અને કહ્યું કે આવા હુમલા ફક્ત ટીવી પર દૃશ્યતા મેળવવા અને તેમના નવા માલિકોને ખુશ કરવા માટે થાય છે.9:53 PM IST
દિલ્હીમાં ભારત-અમેરિકાનો 'પાવર પેક' પરામર્શ: એસ. જયશંકરે યુએસ સાંસદો સાથે ઈન્ડો-પેસિફિક અને યુક્રેન મુદ્દે કરી ગંભીર ચર્ચા : વિદેશ મંત્રી અને અમેરિકી પ્રતિનિધિમંડળ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા મંથન: પરમાણુ ઊર્જા, સંરક્ષણ અને ખનિજ પુરવઠા શૃંખલાને સુરક્ષિત કરવા પર મુકાયો વિશેષ ભાર8:15 PM IST
ઓપરેશન સિંદૂર: ભારતીય વાયુસેનાના પ્રચંડ પ્રહારોથી પાકિસ્તાન ઘૂંટણિયે: સ્વિસ રિપોર્ટમાં મોટો ખુલાસો! : રાફેલ અને બ્રહ્મોસના આક્રમણ સામે પાકિસ્તાની એરફોર્સના ડ્રોન અને F-16 ફેઈલ: ઈસ્લામાબાદ પાસેનું કમાન્ડ સેન્ટર ફૂંકી મરાતા પાકિસ્તાને આજીજી કરી યુદ્ધવિરામ કરાવ્યો : ભારતીય સૈન્યની હવાઈ શ્રેષ્ઠતા સ્થાપિત8:08 PM IST
રશિયામાં હાડ થીજાવતી ઠંડી : હવામાં ફેંકતા જ થીજી ગયા નૂડલ્સ: ગગનચુંબી ઈમારતો બની ‘આઈસ્ક્રીમ’ના પહાડ : 60 વર્ષની સૌથી ભયાનક હિમવર્ષા અને -40 ડિગ્રી તાપમાને રશિયાને બરફમાં દફનાવ્યું: આર્કટિક પવનો અને ધ્રુવીય વમળના પ્રકોપથી જનજીવન ઠપ : સોશિયલ મીડિયા પર વાયરલ થયા ‘ફ્રોઝન’ રશિયાના અદભુત દ્રશ્યો7:51 PM IST
પદ્મ પુરસ્કારો ૨૦૨૬: હી-મેન ધર્મેન્દ્ર અને વી.એસ. અચ્યુતાનંદનને 'પદ્મ વિભૂષણ' : અલકા યાજ્ઞિક અને મામૂટીને 'પદ્મ ભૂષણ' : ભારત રત્ન પછીના સર્વોચ્ચ સન્માનથી ૧૩૧ વિભૂતિઓ થશે સન્માનિત: ૧૯ મહિલાઓ અને ૧૬ મરણોત્તર વિજેતાઓ સહિત સાહિત્ય, કલા અને સેવા ક્ષેત્રના રત્નોનો રાષ્ટ્રપતિ ભવનમાં થશે ભવ્ય સત્કાર8:14 PM IST
પદ્મશ્રી 'હાજી રમકડું'એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ વિદેશોમાં પણ અનેક કલાકારો સાથે કામ કર્યું: પીએમ મોદીએ કાફલો અટકાવી મળવા પહોંચ્યા હતા : દિવાળીબેન ઉપરાંત હાજી કાસમે લાખાભાઈ, કરસનદાસ બાપુ, મણીરાજ બારોટ, પ્રફુલ દવે, પ્રાણલાલ વ્યાસ સહિત અનેક જાણીતા કલાકારો સાથે કામ કર્યું:ગાય માતા માટે 25 હજાર જેટલા કાર્યક્રમો એક પણ રૂપિયો લીધા વિના કર્યા6:46 PM IST
બરફવર્ષાથી મિશ્ર માહોલ: પ્રવાસન અને વીજળી માટે 'અમૃત' સમાન, તો સ્થાનિકો માટે 'હિમ સુનામી' અને રસ્તા બંધ થવાની આફત : ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત: અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો: રાજ્યના અનેક હાઈવે અને લિંક રોડ પરથી બરફ હટાવવાની કામગીરી હજુ પૂરી થઈ નથી: ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) ને કારણે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે6:22 PM IST
કાશ્મીરમાં ૨૬ અને ૨૭ જાન્યુઆરીની રાત્રે ભારે હિમવર્ષાની આગાહી: 'કયામતની રાત' જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા, ટ્રેનો રદ પણ ફ્લાઈટ રાબેતા મુજબ : પ્રજાસત્તાક દિવસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 'નોટિસ ટુ એરમેન' (નોટમ) જારી કરવામાં આવ્યું હોવાથી શ્રીનગર આવતી-જતી ત્રણ ફ્લાઈટ્સ રદ: આ 'નોટમ' છેલ્લા પાંચ દિવસથી અમલમાં: દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે: આગામી બે દિવસ કાશ્મીરના હવામાન માટે અત્યંત નાજુક6:21 PM IST
જમ્મુ-કાશ્મીરમાં ગણતંત્ર દિવસ માટે લોખંડી સુરક્ષા કવચ: સરહદથી લઈને મેદાનો સુધી હાઈ એલર્ટ, ડ્રોન અને સીસીટીવીથી બાજનજર : જમ્મુ અને કાશ્મીરના તમામ ૨૦ જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં સાથે હાઈ એલર્ટ જાહેર: સરહદી વિસ્તારો પર ચાંપતી નજર: સંવેદનશીલ સ્થળ પર નાકાબંધી, વાહનોનું સઘન ચેકિંગ, સુરક્ષા ઘેરાવ અને તલાશી અભિયાન6:20 PM IST
પ્રજાસત્તાક પર્વે ગુજરાત પોલીસનું ગૌરવ વધ્યું : રાજ્યના ૧૬ જાંબાઝ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત : જુઓ સંપૂર્ણ સૂચિ : IPS નિપુણા તોરવણે અને શૈલેષસિંહ રઘુવંશીને વિશિષ્ટ સેવા માટે 'પ્રેસિડેન્ટ મેડલ', જ્યારે અન્ય ૧૪ અધિકારીઓને પ્રશંસનીય કામગીરી બદલ 'મેરિટોરિયસ સર્વિસ મેડલ' એનાયત : રાજ્ય પોલીસવડા દ્વારા તમામ વિજેતાઓને અભિનંદન1:17 PM IST
૧૬૮ વર્ષ પછી મળ્યા શહીદોના પુરાવા: અમૃતસરમાં કૂવામાંથી મળ્યા ૨૮૨ ભારતીય સૈનિકોના કંકાલ: ડીએનએ ટેસ્ટિંગ બાદ પુષ્ટિ થઈ છે કે આ કંકાલ ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન શહીદ થયેલા ભારતીય સૈનિકોના છે : આ ઘટના જે અધિકારીના નામે જાણીતી હતી તે અધિકારીના નામ પર અમૃતસરમાં એક રસ્તો પણ છે: જેને લઈને હવે વિવાદ સળવળાટ કરવા લાગ્યો: આ શહીદોને હવે સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ આપવાની માંગ ઉઠી11:11 AM IST
‘આ પ્રદૂષણની આપણે ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ, જેની અસર આપણા સ્વાસ્થ્ય અને દેશની અર્થવ્યવસ્થા એમ બંને પર પડી રહી છે.’: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ગંભીર મુદ્દે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી : રાહુલ ગાંધીએ એક લિંક શેર કરીને લોકોને વિનંતી કરી : પ્રદૂષણને કારણે તેમને કે તેમના પરિવારને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેના અનુભવો શેર કરે4:39 PM IST
તેજસ્વી યાદવને RJDના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત : લાલુ પ્રસાદ યાદવની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં મોટો નિર્ણય : લાલુ યાદવે તેજસ્વી યાદવને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, પરંતુ તેમને પૂર્ણ-સમયના પ્રમુખ બનવામાં સમય લાગશે : લાલુ યાદવનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ 2028 સુધીનો3:18 PM IST
RG Kar કેસના માસ્ટરમાઇન્ડ તપાસકર્તાનું સન્માન: CBI જોઈન્ટ ડિરેક્ટર વી. ચંદ્રશેખરને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ : કોલકાતા ડોક્ટર બળાત્કાર-હત્યા કેસમાં ગણતરીના મહિનાઓમાં ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલનાર ગુજરાત કેડરના IPS અધિકારીને પ્રજાસત્તાક પર્વે સર્વોચ્ચ બહુમાન; ૩૧ CBI અધિકારીઓની યાદીમાં વિશિષ્ટ સેવા માટે વિજેતા જાહેર - જાણો કોણ છે આ બાહોશ અધિકારી અને તેમની ટીમના અન્ય વીરો3:02 PM IST
બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા રક્તપાત: BNP અને જમાત વચ્ચે ભીષણ જંગ, ભારત સાથેના 'ગુપ્ત કરાર'ની અફવાએ લગાડી આગ : ૧૨ ફેબ્રુઆરીની ચૂંટણી પૂર્વે ઢાકામાં ફાટી નીકળી અરાજકતા; જમાત-એ-ઈસ્લામીએ તારિક રહેમાન પર ભારત સાથે સાંઠગાંઠના આક્ષેપો લગાવતા બંને પક્ષોના કાર્યકરો સામસામે, હિન્દુઓ પરના હુમલા અને ઉમેદવારોની હત્યાના બનાવોથી મોહમ્મદ યુનુસ સરકારની વિશ્વભરમાં થૂ-થૂ3:01 PM IST
હૈદરાબાદમાં કાળમુખી આગનો તાંડવ: ફર્નિચરના શો-રૂમમાં પાંચ જિંદગીઓ હોમાઈ, ભોંયરામાં મોતનું તાંડવ ખેલાયું : નામપલ્લી વિસ્તારની ચાર માળની ઈમારતમાં શનિવારની રાત કાળી સાબિત થઈ; રહેવાની મનાઈ હોવા છતાં ભોંયરામાં રાખવામાં આવેલા શ્રમિકો ધુમાડાના ગોટામાં ગૂંગળાયા, ફાયર સેફ્ટીના નિયમો નેવે મૂકનાર માલિક સામે ફોજદારી ગુનો દાખલ કરવા મંત્રીનો આદેશ2:26 PM IST
દેશના ૯૮૨ રક્ષકોનું શૌર્ય સલામ: ૭૭મા પ્રજાસત્તાક પર્વે જમ્મુ-કાશ્મીર પોલીસનો દબદબો, ગુજરાતના બે IPS અધિકારીઓને સર્વોચ્ચ 'પ્રેસિડેન્ટ મેડલ' : ભારત માતાના સપૂતોની બહાદુરીને રાષ્ટ્રનું નમન; ૧૨૫ શૌર્ય મેડલ સાથે દેશના સુરક્ષા દળોમાં દિવાળી જેવો માહોલ, આતંકવાદ અને નક્સલવાદ સામે લોખંડી છાતીએ લડનારા જવાનોને દિલ્હીમાં કરાશે સન્માનિત - જાણો કયા રાજ્યને મળ્યા સૌથી વધુ ચંદ્રકો અને કોણ છે ગુજરાતના સિતારાઓ2:26 PM IST
બિહારના 'લાલ'નો રાજ્યાભિષેક: તેજસ્વી યાદવ બન્યા RJDના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, બહેન રોહિણીએ 'કઠપૂતળી રાજકુમાર' કહી છેડ્યો જંગ : લાલુ પ્રસાદ યાદવે પટણાની હોટેલ મૌર્યમાં પુત્ર તેજસ્વીને સોંપી પક્ષની કમાન; પરિવારવાદના આરોપો વચ્ચે સગા બહેન રોહિણી આચાર્યના સોશિયલ મીડિયા પર તીખા પ્રહારોએ બિહારના રાજકારણમાં ગરમાવો લાવી દીધો - શું યાદવ પરિવારમાં સત્તાના સંઘર્ષની આ શરૂઆત છે?2:23 PM IST
૨૬ જાન્યુઆરીના રોજ, વિશ્વ પહેલી વાર મહિલા અધિકારીને રુદ્ર સશસ્ત્ર હેલિકોપ્ટર ઉડાવતી જોશે : પ્રજાસત્તાક દિવસે ફરજ બજાવતા મહિલાઓની બહાદુરીની બીજી ગાથા લખાશે : ભારતીય સેનામાં કેપ્ટન હંજા શર્માની સિદ્ધિને આર્મી એવિએશન કોર્પ્સમાં એક મોટી સફળતા : ભારતની પ્રથમ મહિલા રુદ્ર આર્મ્ડ હેલિકોપ્ટર પાઇલટ કેપ્ટન હંજા શર્માએ ભારતની પ્રથમ મહિલા રુદ્ર આર્મ્ડ હેલિકોપ્ટર પાઇલટ બનીને ઇતિહાસ રચ્યો 2:20 PM IST
તેલના 'સુલતાનો' વચ્ચે મહાયુદ્ધ: સાઉદી અરેબિયા અને UAE ની મિત્રતામાં પડી ભયાનક તિરાડ, શું મધ્ય-પૂર્વ નકશો બદલાઈ જશે? : વર્ચસ્વની જંગમાં ભૂતકાળની દોસ્તી બની દુશ્મની: યમનથી સુદાન સુધી સોનાની ખાણો અને દરિયાઈ બંદરો પર કબજા માટે પ્રોક્સી વોર શરૂ, સાઉદીને ટક્કર આપવા UAE નો ભારત અને ઈઝરાયેલ તરફ વધતો ઝુકાવ, ગલ્ફ દેશોમાં ભારે અજંપો11:13 AM IST
નવી મુંબઈમાં ભીષણ આગનો તાંડવ: પવને MIDCના ચાર એકમો બળીને ખાખ, આકાશમાં કાળા ધુમાડાના સામ્રાજ્યથી ફફડાટ : કેમિકલ અને રબરના યુનિટ્સમાં વિસ્ફોટો સાથે ફેલાઈ આગ: ૧૨ થી વધુ ફાયર ટેન્ડરોએ ૩ કલાકની ભારે જહેમત બાદ લાયબંબા પર મેળવ્યો કાબૂ, હજારો કામદારોનો જીવ અધ્ધર થયા પરંતુ સદનસીબે જાનહાનિ ટળી, કરોડોની મિલકત રાખના ઢગલામાં ફેરવાઈ12:35 PM IST
અવકાશમાં ભારતનો ડંકો: ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળશે 'અશોક ચક્ર', ISS પર ઈતિહાસ રચી બનશે રાષ્ટ્રીય હીરો : ભારતના 'ગગનદૂત'નું સર્વોચ્ચ સન્માન: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અદમ્ય સાહસ બતાવનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રીની શૌર્યગાથા, લખનૌના લાલની અવકાશી ઉડાનથી આખું વિશ્વ સ્તબ્ધ, ગગનયાન મિશન પહેલા ભારતની અંતરિક્ષ શક્તિનું વૈશ્વિક પ્રદર્શન12:32 PM IST
ભારતના 77માં પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે CBIના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગૌરવની ક્ષણ : 31 અધિકારીઓ અને કર્મચારીઓ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને પોલીસ મેડલથી સન્માનિત : દિલ્હી, મુંબઈ, પટના, કોલકાતા, લખનૌ, જયપુર, ચેન્નાઈ, બેંગલુરુ અને ઇમ્ફાલ જેવા શહેરોમાં તૈનાત ઓફિસરોએ કરેલી જટિલ કેસોની તપાસ અને વહીવટી કામગીરી માટે આ એવોર્ડ અપાયા12:25 PM IST
માતા વૈષ્ણોદેવીનું ધામ બન્યું 'ધરતીનું સ્વર્ગ': ત્રિકુટા પર્વતો પર હિમવર્ષાનો શણગાર, ભક્તિ અને કુદરતના મિલનથી ભક્તો ન્યાલ : તાજી હિમવર્ષાથી ભવન અને અર્ધકુવારી વિસ્તારમાં બરફની સફેદ ચાદર બિછાઈ: માઈનસ તાપમાન છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં ઓટ નહીં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં હજુ પણ ભારે હિમવર્ષાની આગાહી, વહીવટીતંત્ર દ્વારા યાત્રા માર્ગ પર સુરક્ષાના કડક બંદોબસ્ત12:12 PM IST
ફિઝીયોથેરાપિસ્ટના નામ આગળ 'ડોક્ટર' લગાવવા પર હાઈકોર્ટની મહોર: વિરોધમાં થયેલી રિટ અરજી ફગાવી, આરોગ્ય જગતમાં ઐતિહાસિક વિજય : કેરળ હાઈકોર્ટનો મેડિકલ ક્ષેત્રે મોટો અને પાયાનો નિર્ણય: IAPMR દ્વારા ‘ડોક્ટર’ પ્રિફિક્સના ઉપયોગ સામેની કાનૂની લડાઈમાં ફિઝીયોથેરાપિસ્ટનો ભવ્ય વિજય, એન.સી.એ.એચ.પી. (NCAHP) ના નિયમો મુજબ હવે ગર્વ સાથે લખી શકશે 'Dr.', દેશના લાખો પ્રોફેશનલ્સના આત્મસન્માન અને સામાજિક ગૌરવની જીત12:11 PM IST
પાકિસ્તાન પણ કરશે ટી-20 વર્લ્ડકપનો બહિષ્કાર? બાંગ્લાદેશને બહાર કરવામાં આવતા નકવીની ICCને ધમકી : T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખવાના ICCના નિર્ણયથી પાકિસ્તાન પણ ગુસ્સે ભરાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસીન નકવીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. પાકિસ્તાનમાં મીડિયા સાથે વાત કરતા નકવીએ કહ્યું કે બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે અને ICCએ બેવડા ધોરણો અપનાવવા જોઈએ નહીં.11:16 AM IST
થાઈલેન્ડના જંગલમાં મ્યાનમારના સુપરસ્ટારની રહસ્યમય હત્યા: 9 લાખ ફોલોઅર્સ ધરાવતા LGBTQ આઈકોનનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો : મોતના એક દિવસ પહેલા આવ્યો હતો ધમકીભર્યો ફોન: 'આય્યારવાડી' તરીકે મશહૂર ૨૫ વર્ષીય કો ટીન ઝાવ હટ્વેના શરીર પર મળ્યા જખમોના નિશાન, ઘરથી એકલા નીકળ્યા બાદ પરત ન ફર્યા, સોશિયલ મીડિયા પર શોકનું મોજું અને ન્યાયની ઉગ્ર માંગ, થાઈલેન્ડ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો12:07 PM IST
ICC ના પગલે, BCCI એ હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર વળતો પ્રહાર કરવાનો નિર્ણય લીધો : બોર્ડે ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ રદ કર્યો : આ નિર્ણયથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને કરોડો રૂપિયાનું નુકસાન થશે : ICC પણ બાંગ્લાદેશ સામે મોટી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે : પરિણામે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ મુશ્કેલીમાં મુકાઈ ગયું11:56 AM IST
હિમાચલ બન્યું 'વ્હાઇટ ડેઝર્ટ': ૬૮૩ રસ્તાઓ પર બરફની દીવાલ, ૫૭૦૦ ટ્રાન્સફોર્મર ઠપ્પ થતા લાખો લોકો અંધારામાં : કુદરતનો કહેર: લાહૌલ-સ્પિતિથી શિમલા સુધી બરફના તોફાને મચાવી તબાહી, બે નેશનલ હાઈવે સહિત સેંકડો માર્ગો બંધ થતા પ્રવાસીઓ અટવાયા, શૂન્ય ડિગ્રી તાપમાનમાં પાણી અને વીજળી વગર રહેવાસીઓની હાલત કફોડી, આગામી ૨૪ કલાક હજુ પણ ભારે હિમવર્ષાની આશંકા11:49 AM IST
અયોધ્યા રામ મંદિર ધર્મ ધ્વજનું પ્રતીક માઉન્ટ એવરેસ્ટ પર હરિયાણાના હિસારના પર્વતારોહક નરેન્દ્ર અને તેમના સાથીઓએ ફરકાવ્યું : રામ મંદિરના શિખર પરથી ધર્મ ધ્વજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને કારસેવક પુરમમાં સોંપ્યો : આ ફક્ત એક અભિયાન નથી, પરંતુ સનાતન ચેતનાને વધુ ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ11:41 AM IST
હિમાલય હવે ટાઈમ બોમ્બ પર? દેશમાં પ્રથમવાર 'ઝોન-6' જાહેર, દિલ્હી સહિત ઉત્તર ભારત પર તોળાતું મહાવિનાશનું જોખમ : ભૂકંપના નકશામાં ઐતિહાસિક ફેરફાર: હિમાલયની પર્વતમાળાઓ સૌથી ખતરનાક શ્રેણીમાં મુકાઈ, 200 વર્ષથી દબાયેલી ઉર્જા ગમે ત્યારે પ્રચંડ વિસ્ફોટ કરી શકે તેવી વૈજ્ઞાનિકોની ચેતવણી, દિલ્હીની નબળી ઈમારતો માટે લાલબત્તી સમાન સ્થિતિ11:34 AM IST
ટ્રમ્પના 'ટેરિફ વોર' સામે ભારતનો માસ્ટરસ્ટ્રોક: યુરોપિયન યુનિયન સાથે 'મધર ઓફ ઓલ ડીલ્સ'ની તૈયારી, દિલ્હીમાં જામશે દિગ્ગજ નેતાઓનો મેળો : 77મા પ્રજાસત્તાક પર્વ પર ભારત-EU મૈત્રીનો નવો સૂર્યોદય: ઉર્સુલા વોન ડેર લેયન અને એન્ટોનિયો કોસ્ટા બનશે ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન, અમેરિકાના આકરા વલણ વચ્ચે યુરોપ સાથે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર મહોર વાગવાની શક્યતા11:33 AM IST
ઓડિયા સંગીતનો મધુર અવાજ શાંત: સંગીતકાર અભિજીત મજુમદારનું ૫૪ વર્ષની વયે નિધન, ૭૦૦ થી વધુ ગીતોનો વારસો છોડી ગયા : ભુવનેશ્વરની એઈમ્સમાં પાંચ મહિનાની લાંબી લડાઈ બાદ 'મ્યુઝિક કિંગ' એ લીધા અંતિમ શ્વાસ: લીવરની ગંભીર બીમારી અને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓએ છીનવી લીધી પ્રતિભા, ઓડિયા સિનેમામાં એક સુવર્ણ યુગનો કરુણ અંત અને કલા જગતમાં ઘેરો શોક11:26 AM IST
બાંગ્લાદેશમાં હેવાનિયતની હદ વટાવી: ૨૩ વર્ષીય હિન્દુ યુવાનને ગેરેજમાં જ જીવતો સળગાવ્યો, લઘુમતીઓ પર લોહિયાળ અત્યાચાર યથાવત : નરસિંગડીમાં ઉગ્રવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય: ઓટોમોબાઈલ વર્કશોપમાં સૂતેલા ચંચલ ભૌમિક પર પેટ્રોલ છાંટી લગાવાઈ આગ, CCTVમાં કેદ થઈ હત્યારાઓની ક્રૂરતા, બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારોમાં ફફડાટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠ્યા માનવાધિકારના સવાલો11:26 AM IST
બ્રહ્માંડ જેવી તાકાત: ભારતની હાઈપરસોનિક મિસાઈલ અને AI ડ્રોનથી દુશ્મન દેશોમાં ફફડાટ, જાણો રણમેદાનમાં કેવી રીતે બદલાશે યુદ્ધના નિયમો? : મેક ઇન ઇન્ડિયાનો જોરદાર કરિશ્મા: મચ ૧૦ની ગતિએ ત્રાટકતી મિસાઈલો અને રોબોટિક શસ્ત્રો સાથે ભારત બન્યું ગ્લોબલ પાવર, વિશ્વ પાસે નથી આ શક્તિશાળી હથિયારોનો તોડ, પહાડોમાં સૈનિકોની જગ્યાએ હવે 'રોબોટિક કૂતરાઓ' કરશે સરહદની રક્ષા11:18 AM IST
રશિયા બન્યું 'બરફનું બ્રહ્માંડ': ૬૦ વર્ષનો રેકોર્ડ તોડતી કાળઝાળ ઠંડી, આખેઆખા શહેરો આઈસ્ક્રીમની જેમ થીજી ગયા : માઈનસ ૨૮ ડિગ્રીમાં મોસ્કોની રફતાર પર બ્રેક: ૫૪૦ મીટર ઊંચા ટીવી ટાવરથી લઈ આલીશાન ઈમારતો પર બરફના પહાડો જામ્યા, આર્ક્ટિકના કાતિલ પવનોએ રશિયા સહિત અમેરિકા અને યુરોપને પણ ધ્રુજાવ્યા, કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે વિજ્ઞાન પણ લાચાર11:17 AM IST
પિશ્ચમ બંગાળમાં SIR ના ઉતાવળિયા અમલીકરણ : અમર્ત્ય સેનએ ઉઠાવ્યા સવાલ: કહ્યું - તે લોકશાહી ભાગીદારીને જોખમમાં મૂકી શકે : નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા ઉતાવળમાં પૂર્ણ કરાઈ : આ પ્રક્રિયા ફક્ત ત્યારે જ મતદાન અધિકારોને મજબૂત બનાવી શકે છે જો તે કાળજીપૂર્વક અને પૂરતા સમય સાથે હાથ ધરવામાં આવે.12:51 AM IST
ચૂંટણી વોર રૂમ તાત્કાલિક સક્રિય કરો: અભિષેક બેનર્જી એક્શન મોડમાં : સદો અને ધારાસભ્યોને સૂચના આપી : તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીએ તમામ સાંસદો અને ધારાસભ્યોને તાત્કાલિક ચૂંટણી વોર રૂમ સક્રિય કરવા અને 27 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા નિર્દેશ આપ્યો: તેમણે મતદાર યાદીમાં હેરાફેરી અટકાવવા માટે દરેક બૂથ પર "બૂથ રક્ષા સમિતિ" ની રચના કરવા હાકલ કરી.12:45 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાસુરતમાં SIR મુદ્દે કોંગ્રેસે બાયો ચડાવી :લિંબાયત બેઠક વિસ્તારમાં 31 હજાર મતદારોના નામ કમી કરવા ભાજપે ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ : મતદારો હયાત હોવા છતાં ફોર્મ નંબર 7 ભરીને ભાજપના કોર્પોરેટર વિક્રમ પાટીલે મુસ્લિમ મતદારો કમી કરાતા હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ: કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો આરોપ લગાવ્યો9:15 PM IST
યુવાન લોકશાહીની ભાવનાને ઉજાગર કરવા ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ પ્રેરણારૂપ બને :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સંપન્ન:જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, સહાયક મતદાર નોંધણી અધિકારીઓ,બુથ લેવલ ઑફિસર્સ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર ૩૪૫ લોકોને પુરસ્કાર એનાયત: સ્પીપા, ગાંધીનગર ખાતે “My india, My vote”થીમ સાથે કાર્યક્રમ યોજાયો7:26 PM IST
નર્મદા કિનારે આવેલા માંગરોળ ગામે આસ્થા અને ભક્તિનો મહાસાગર ઉમટ્યો : નર્મદા જયંતી નિમિત્તે સમગ્ર પંથક 'નર્મદે સર્વદે' ના નાદથી ગુંજી ઉઠ્યો : 1500 ફૂટ લાંબી સાડી અને નૌકા વિહાર : બે વર્ષ પહેલા આ જ માંગરોળ ગામમાં નર્મદાના ભયાનક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા અને આખું ગામ જળબંબાકાર થઈ ગયું હતું તેમ છતાં કુદરતી આપદા ગ્રામજનોની આસ્થા ડગાવી શકી નથી4:49 PM IST
એક બાદ એક સર્જાઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ શક્યતા વધી ગઈ : હવામાનમાં પલટો માત્ર જાન્યુઆરીના અંતમાં જ નહીં, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પણ જોવા મળશે : અંબાલાલ પટેલની આગાહી : આગામી 27, 28 અને 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે : રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે4:09 PM IST
૭૭ મા પ્રજાસત્તાક પર્વ ગુજરાત રાજ્ય મહોત્સવની વાવ થરાદ જિલ્લામાં ઉજવણીનો પ્રારંભ : વાવ–થરાદ જીલ્લાના ઔદ્યોગિક વિકાસમાં ઐતિહાસિક પગલું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ૯૯.૨૩ એકર સરકારી જમીન પર સ્થપાનારી જી.આઈ.ડીસી ઔદ્યોગિક વસાહતનું ભૂમિપૂજન : વિકાસની વાતો જમીન પર સાકાર કરવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે ,નવો રચાયેલો વાવ થરાદ જિલ્લો વિકસિત જિલ્લાઓની હરોળમાં ઝડપભેર આવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ : GIDC કાર્યરત થતાં ઉત્પાદનના મૂલ્યવર્ધનથી વોકલ ફોર લોકલ ને વેગ મળશે અને રોજગારની નવી તકો સર્જાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : દુધવા GIDCનું નિર્માણ થશે ત્યારે સરહદી વિસ્તારના વિકાસ માટે આર્થિક પ્રગતિના નવીન દ્વાર ખુલશે : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી2:36 PM IST
માતા જ સર્વોપરી: હવે બાળકના જન્મના દાખલામાં પિતાના બદલે લખી શકાશે માતાનું નામ, ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય : સિંગલ પેરેન્ટ્સ અને ત્યક્તા માતાઓ માટે મોટી રાહત: પિતાના નામની અનિવાર્યતા હવે ભૂતકાળ, સામાજિક બદલાવને સ્વીકારીને જન્મ-મરણના નિયમોમાં કરવામાં આવ્યો ઐતિહાસિક ફેરફાર, 2019 પહેલાના દાખલાઓમાં તાત્કાલિક અમલ શરૂ10:57 AM IST
ગુજરાત- સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ: નલિયા 5 ડિગ્રી સાથે ઠંડુ ગાર : આગામી દિવસોમા વધુ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી : ગુજરાતમાં અત્યારે શિયાળો તેના અસલી મિજાજમાં : ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ત્યાંથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો11:31 AM IST
વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષમાં દેશની સેના અને સીમાઓ વધુ મજબૂત બની: આજે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બનીને ઉભર્યું છે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : એટહોમ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું ઉષ્માપૂર્વક સ્વાગત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: નર્મદાના નીરથી વાવ - થરાદ જિલ્લો સમૃદ્ધ બન્યો:-રાજ્યપાલ:પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર થકી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને વિશેષ સન્માન અપાયું8:27 PM IST
નાનકડી કિંજલ દવે ગુજરાતીઓનું લોકપ્રિય ગીત "ઢેલડી કડલા ઘડાવું મોંઘા મુલના…" અત્યંત મીઠા અવાજમાં ગાતી સંભળાઈ : વાયરલ વીડિયોમાં કિંજલ દવે લોકપ્રિય લોકગાયક રાજદિપ બારોટ સાથે સ્ટેજ પર જોવા મળી : "કિંજલ દવેમાં કલા અને અવાજની ભેટ નાનપણથી જ હતી." : કિંજલની સફળતાના સંઘર્ષને બિરદાવી : કિંજલ દવેના ચાહકોએ તેના પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ વરસાવ્યો3:40 PM IST
ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ : ૧૬માં રાષ્ટ્રીય મતદાતા મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીના હસ્તે ગીર સોમનાથ જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ 'બેસ્ટ ઈલેક્ટોરલ પ્રેક્ટીસીસ એવોર્ડ-૨૦૨૫'થી સન્માનિત : ગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમીનિ એમ. ગઢીયા રાજ્ય કક્ષાએ 'બેસ્ટ ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન ઓફિસર' (Dy. DEO) તરીકે પ્રમાણપત્ર તથા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા3:04 PM IST
આરોપીને ફક્ત પોલીસ અધિકારીઓની જુબાનીના આધારે દોષિત ઠેરવી શકાય નહીં : અમદાવાદમાં 2005માં સેન્સર બોર્ડ દ્વારા પરવાનગી ન મળનાર ફિલ્મ શો જોનાર 111 લોકો કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર : અમદાવાદના ઘાટલોડિયાના કૃષ્ણા લેસર સિનેમાના 21 વર્ષ જૂના કેસમાં ચુકાદો આવ્યો : રસપ્રદ વાત એ છે કે જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે એકપણ આરોપી હાજર નહોતો : અમદાવાદના ઘાટલોડિયાના કૃષ્ણા લેસર સિનેમામા "ઉમંગ" નામની ફિલ્મનો શો ગેરકાયદે યોજાયો હતો2:44 PM IST
ગાંધીનગર સહિત દેશના 45 સ્થળોએ 18મા રોજગાર મેળો :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સથી નવનિયુક્ત ઉમેદવારોને સંબોધન કર્યું : યુવા શક્તિ આત્મનિર્ભર ભારતની સૌથી મોટી તાકાત છે : કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા : ગાંધીનગર BSF કેમ્પસ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ 242 યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા : નિમણૂક પત્ર મેળવનારા યુવાનો માટે તેમજ તેમના પરિવારજનો માટે આ ગૌરવ અને ઐતિહાસિક ક્ષણ છે. આ નિમણૂક પત્રો યુવાનોના પરિશ્રમ, તેમજ તેમના પરિવારના આશીર્વાદ અને દેશના વિકાસમાં તેમની ભાગીદારીનો પુરાવો : નિમુબેન બાંભણિયા1:58 PM IST
NRI ટાવર ડબલ મર્ડર મિસ્ટ્રી: પત્નીનું મોત 'અકસ્માત' નહીં પણ 'હત્યા', યશરાજસિંહ વિરુદ્ધ પોલીસ ખુદ બની ફરિયાદી : ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: રિવોલ્વરનું ટ્રિગર આપમેળે દબાય જ નહીં, માથામાં પાછળના ભાગે ઈરાદાપૂર્વક ગોળી મારી હોવાના પુરાવા મળતા મચ્યો ખળભળાટ, પતિની માનસિકતા જાણવા તેના ૭ વર્ષ પહેલાના છૂટાછેડાના રહસ્યો ખોલશે પોલીસ11:43 AM IST
ભૂકંપના ૨૫ વર્ષ: 'મેહુલ ડૉક્ટર બનશે' એ આશા કાટમાળમાં દબાઈ ગઈ, પણ બહેને રાખ રાખમાંથી બેઠા થઈ પૂરું કર્યું ભાઈનું સપનું : ૨૬ જાન્યુઆરી ૨૦૦૧નો એ કાળમુખો દિવસ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલ ધરાશાયી થતા ૩૦ માસૂમોનો માળો વિખેરાઈ ગયો, સંતાન ગુમાવનાર માતા-પિતાની વેદના અને આંસુઓ આજે પણ ૨૫ વર્ષે એ જ સ્થિતિમાં તાજા છે, કાટમાળ નીચે દબાયેલા ભવિષ્યની હૃદયદ્રાવક દાસ્તાન11:13 AM IST
રાજકોટ સહિત રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી : ૨૦૦૮ને ભુલશો નહિ, બિગ સરપ્રાઇઝ ફોર ઇન્ડિયન ગવર્નમેન્ટના નામે ઇ-મેઇલ મોકલાયો : પાકિસ્તાન, ખાલિસ્તાન જીંદાબાદનો પણ ઉલ્લેખ : એસઓજી, ક્યુઆરટી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડે રાજકોટ જેલનો ખુણેખુણો ચેક કર્યોઃ કંઇ પણ શંકાસ્પદ ન મળતાં સોૈએ રાહત અનુભવી 3:16 PM IST
તહેવારોની સિઝનમાં મુસાફરોના ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય : રાજકોટ અને બરૌની વચ્ચે ખાસ ભાડા પર ચલાવાશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન : રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના દ્વારા સ્પેશિયલ ટ્રેનના સંચાલનની જાહેરાત કરાઈ : તા. ૪ નવેમ્બરથી આઈઆરસીટીસી વેબસાઈટ અને રિઝર્વેશન સેન્ટરો પર બુકિંગ થશે શરૂ7:23 PM IST
કોટેચા ચોકની થશે કાયાપલટઃ ટ્રાફિક સમસ્યા ઉકેલવા મનપાનો માસ્ટર પ્લાન! : શહેરનો સૌથી નમૂનેદાર ચોક બનાવવાની નેમઃ સેલ્ફી પોઇન્ટ સહિતનાં આકર્ષણો વિકસાવાશે નવા ટ્રાફિક સિગ્નલ શરૂ થાય તે પહેલાં સર્કલ અને આઇલેન્ડની ડિઝાઇન બદલાશેઃ રિડેવલપમેન્ટની કવાયત શરૂઃ કામગીરી કયારે શરૂ થશે તે નક્કી નહી3:14 PM IST
રાજકોટના જાણીતા વકીલ પરિવારના એન્જીનીયર પુત્રનું મૃત્યુ : અમદાવાદના થલતેજ વિસ્તારમાં મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં લાગેલી આગની ઘટનામાં : એડવોકેટ ચંદ્રકાન્ત પટેલ, બિનેશ પટેલ, હરેશ પટેલના ભત્રીજા અને એડવોકેટ રાજેશ પટેલના પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક છવાયોઃ આજે સાંજે રાજકોટમાં સ્મશાન યાત્રાઃ આગની ઘટનાથી બચવા અગાશી ઉપર જઇને નીચે કુદી પડતા માથામાં થયેલ ગંભીર ઇજાના કારણે મૃત્યુ 3:17 PM IST
સમાજમાં પ્રેમ, પ્રતિભા અને પરિશ્રમની ખોટ વર્તાય રહી છે : પોરબંદરમાં સાંદિપની વિદ્યા નિકેતનમા શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવમાં "પૂ.ભાઈશ્રી" શ્રી રમેશભાઈ ઓઝા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૩૦મો સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો : પૂજ્ય કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજશ્રી, આણંદાબાવા સેવા સંસ્થાન, જામનગરના મહંત પૂજ્ય દેવપ્રસાદજી બાપુ , પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, , વિમલભાઈ ઓડેદરા, ભાગ્યેશભાઈ જ્હા, કરુણાશંકરભાઈ ઓઝા, નરોત્તમભાઈ પલાણ સહિતના ઉપસ્થિત12:21 PM IST
મતદાર જાગૃતિમાં નવીન ટેકનોલોજી આધારિત પહેલ માટે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ : મતદાર જાગૃતિમાં રોબોટિક્સનો પહેલો ઐતિહાસિક ઉપયોગ: બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય પુરસ્કાર: ટેકનોલોજીથી લોકશાહી સશક્ત: બોટાદ જિલ્લાને ‘Innovative Voter Awareness’ માટે રાષ્ટ્રીય સન્માન: મતદાર શિક્ષણમાં નવી દિશા; બોટ્રોન પહેલ માટે ગુજરાતમાંથી એકમાત્ર બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય સન્માન 5:39 PM IST
જૂનાગઢના કંપની સેક્રેટરી મિલન ચૌહાણનું લોનના વિવાદમાં અપહરણ : અપહરણકારોએ યુવકને છોડવાના બદલામાં 60 લાખ રૂપિયાની ખંડણી માંગીને મારી નાખવાની ધમકી આપી'તી :જોકે જૂનાગઢ પોલીસની સતર્કતા અને એલસીબીની ટીમોનો પીછો જોઈ અપહરણકારો યુવકને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા : મિલનભાઈએ ગભરાયેલા અવાજે જણાવ્યું હતું કે, 'જય ઓડેદરા નામનો શખસ મને ઉપાડી ગયો છે, કાલે બપોરે 11 વાગ્યા સુધીમાં 60 લાખ રૂપિયા તૈયાર રાખજે અને પોલીસને જાણ કરતો નહીં.' ત્યારબાદ અન્ય એક શખસે ફોન ઝૂંટવી લઈને લોનનો મામલો પતાવી દેવા અથવા મિલનભાઈને પતાવી દેવાની ધમકી આપી'તી4:10 PM IST
પોરબંદરના રાણાવાવમાં ૭૭માં પ્રજાસતાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ : પોરબંદર જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજાની ઉપસ્થિતિમાં રાણાવાવ ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું ફૂલડ્રેસ રીહર્સલ યોજાયું : કાલે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાશે: કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી સહિતના અધિકારીઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે2:04 PM IST
કચ્છ હવે 'ડેન્જર ઝોન-6'માં: ૨૫ વર્ષ પહેલાં જેવી તબાહીનું તોળાતું જોખમ? ૧૪ વર્ષમાં ૩૨ વખત ધ્રૂજી ધરા : કચ્છના મહાવિનાશક ભૂકંપની ૨૫મી વરસીએ વૈજ્ઞાનિકોની ચોંકાવનારી ચેતવણી: સૌરાષ્ટ્ર પર 'સ્વાર્મ અર્થક્વેક'ની તલવાર લટકી, નવી 'ઉલટ કોટડા' ફોલ્ટલાઈન સક્રિય થતા ભૂસ્તરશાસ્ત્રીઓમાં ચિંતા, ૩.૦ કરતા ૪.૦ની તીવ્રતાનો આંચકો ૩૨ ગણી વધુ વિનાશક ઉર્જા છોડે છે11:34 AM IST
જામનગરમાં બસ બની 'અગનગોળો': હીરજી મિસ્ત્રી રોડ પર મધરાત્રે ભીષણ આગથી મચી નાસભાગ : ઉદ્યોગનગર વિસ્તારમાં ઉભેલી 'સ્ટાર લાઈન' ટ્રાવેલ્સની લક્ઝરી બસ જોતજોતામાં રાખના ઢગલામાં ફેરવાઈ: પ્રચંડ જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાથી આખું આકાશ કાળું પડ્યું, ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી માંડ-માંડ આગ ઓલવી, સદનસીબે જાનહાનિ ટળી11:40 AM IST
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી : ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મયોગીઓ અને BLOઓનુ સન્માન : યુવાનો દેશનું ભવિષ્ય, યુવા મતદાતા જાગૃત બને છે ત્યારે લોકતંત્ર વધુ મજબૂત બને છે, સૌએ નિષ્પક્ષ અને જવાબદારીપૂર્વક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવાની દિશામાં યોગદાન આપવું જોઈએ : કેતન ઠક્કર3:39 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાવનગર જિલ્લાના મહુવાના પ્રાંત અધિકારી ધવલ રવિયાને એવોર્ડ આપીને સન્માનિત કરાયા : ૨૫ જાન્યુઆરીના સ્પીપા, ગાંધીનગર ખાતે “My india, My vote” થીમ સાથેના કાર્યક્રમમાં ગુજરાતના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, બુથ લેવલ ઑફિસર્સ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનારને પુરસ્કાર આપી સન્માનિત કરાયા 2:59 PM IST
BLO થી માંડી મતદાર સુધી સૌના સંયુક્ત પ્રયાસથી લોકશાહીની જ્યોત પ્રજ્વલિત રહે છે : ભાવનગર જિલ્લા કલેકટર ડૉ. મનીષકુમાર બંસલની અધ્યક્ષતામા ૧૬ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ : “My India, My Vote” થીમ સાથે ભાવનગર જિલ્લામાં ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી : BLO અને ચૂંટણી તંત્રએ રવિવારની કે રજાની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કામગીરી કરી 2:30 PM IST
સુરેન્દ્રનગરમાં તંત્રની નિંભરતા: કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું અને ૩૬ કલાક સુધી વહેતું રહ્યું પાણી, ખેડૂતોના 'સોના' જેવા પાક પર ફરી વળ્યું કાળું પાણી : જવાબદાર અધિકારીઓ એરકંડિશનર ઓફિસોમાં કેદ અને ધરતીપુત્રોના આંખમાં આસુ: ઝરવલા-સુરજપુરા કેનાલ તૂટતા જીરું અને વરિયાળીના ખેતરો બેટમાં ફેરવાયા, લાખોના ખર્ચે કરેલું વાવેતર નાશ પામતા ખેડૂતોએ પૂછ્યું - 'અમારા નુકસાનનો હિસાબ કોણ આપશે?'11:36 AM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
T-20 વર્લ્ડ કપ ક્રિકેટ મેચ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત : બાબર આઝમનો સમાવેશ : રિઝવાન ટીમમાંથી બહાર : સલમાન અલી આગાને કેપ્ટન બનાવ્યો : પૂર્વ કેપ્ટન બાબર આઝમ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું : તેમની સાથે ફહીમ અશરફ અને મોહમ્મદ નવાઝ જેવા અનુભવી ખેલાડીઓ પણ ટીમમાં પરત ફર્યા 3:57 PM IST
U19 વર્લ્ડ કપમાં રણશિંગુ ફૂંકાયું: સુપર સિક્સમાં ભારત-પાકનો મહાજંગ, શું ટીમ ઈન્ડિયા ફરી રચશે ઈતિહાસ? : વિજયી રથ પર સવાર આયુષ મ્હાત્રેની 'યંગ બ્રિગેડ' સામે પાકિસ્તાની પેસ અટેકનો પડકાર: વૈભવ સૂર્યવંશીના બેટની ગર્જના અને કપ્તાનનું ફોર્મ ભારતને જીત અપાવવા તૈયાર, 1 ફેબ્રુઆરીએ ક્રિકેટ વિશ્વની નજર બુલાવાયો પર11:00 AM IST
ICC ની ધમકીએ પાકિસ્તાનના ઘમંડને ચકનાચૂર કર્યો : જો ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે તો તે બરબાદ થઈ જશે : બાંગ્લાદેશના ટેકામાં ઉતરેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે બતાવ્યો અરીસો : જો ટુર્નામેન્ટ છોડશે તો PSL માંથી વિદેશી ખેલાડીઓ ગાયબ થશે અને કરોડોનું ફંડ અટકી જશે : આખરે PCBએ નમતું જોખી ટીમ જાહેર કરી દીધી.8:00 PM IST
કિંગ કોહલી હવે RCB ના 'માલિક' બનશે? અનુષ્કા શર્માનો રૂ.400 કરોડનો માસ્ટર પ્લાન અને રણબીર કપૂરની એન્ટ્રીથી ખળભળાટ! : મેદાન પર બેટિંગ અને હવે બોર્ડરૂમમાં બિઝનેસ: ડિયાજિયો ગ્રુપ માર્ચ 2026 સુધીમાં હિસ્સો વેચશે, અનુષ્કા શર્મા 3% ભાગીદારી માટે તૈયાર પણ BCCI ના 'કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ'ના નિયમો વિરાટ માટે બની શકે છે મોટો અવરોધ11:04 AM IST
'બોર્ડર-૨' ના સંગીત જંગમાં સોનુ નિગમની એન્ટ્રી: જાવેદ અખ્તરની નારાજગી સામે સિંગરે આપ્યો ગરિમાપૂર્ણ વળતો જવાબ : વર્ષ ૧૯૯૭માં 'સંદેશા આતે હૈં' થી ઈતિહાસ રચનાર જોડીમાં ભંગાણ; જાવેદ અખ્તરે રિમેક સંસ્કૃતિને 'બૌદ્ધિક દેવાળું' ગણાવી ફિલ્મ છોડી, તો સોનુ નિગમે 'ગીતને સૈનિકની વર્દી' ગણાવી મનોજ મુન્તાશીરની નવી કલમને આપ્યું સમર્થન - જાણો બોલિવૂડના આ સૌથી મોટા સંગીત વિવાદની અંદરની વાત2:22 PM IST
સની દેઓલ સ્ટારર ફિલ્મ 'બોર્ડર 2' એ સિનેમાઘરોમાં સુનામી લાવી : માત્ર બે દિવસમાં ₹66.5 કરોડનું કલેક્શન કરી લીધું : રણવીર સિંહની 'ધુરંધર'નો રેકોર્ડ તોડ્યો : સની દેઓલના લાંબા કરિયરમાં 'બોર્ડર 2' અત્યારથી જ તેની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ : 'યમલા પગલા દીવાના' અને 'સિંહ સાહબ ધ ગ્રેટ' જેવી ફિલ્મોને પાછળ પાડી દીધી : હવે તેનું લક્ષ્ય 'ગદર 2' અને 'જાટ' જેવી ફિલ્મોના રેકોર્ડ્સ તરફ3:16 PM IST
બોલિવૂડના 'સુપરહીરો'ને કોની નજર લાગી? ઋત્વિક રોશન લાકડીના ટેકે ચાલતા જોઈ ચાહકોના હૈયા ધબકી ગયા! : ફિટનેસ આઈકોન અને ડાન્સિંગ કિંગના હાથમાં વૉકિંગ સ્ટિક જોઈ સોશિયલ મીડિયા પર ચિંતાનું મોજું; સોનાલી બેન્દ્રેની પાર્ટીમાં લંગડાતા પગે પહોંચેલા ઋત્વિકે કેમેરાથી બનાવી દૂરી - વર્ષો જૂની પીડા ઉથલી કે પછી નવી ઈજા? જાણો શું છે આ 'વોર' સ્ટારની હાલત2:25 PM IST









































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી























































































































































































