News of Tuesday, 27th August 2024
જેઠનો છોકરો વ્યશન કરી ઘાતક હથિયાર લઈ ભાભીને મારવા આવતાં ભાભીએ અભયમ નર્મદાની મદદ માંગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામમાં મહિલાનો કોલ આવેલ તેમણે જણાવેલ કે, મને મારા જેઠના છોકરા દ્વારા હેરાનગતિ થાય છે, તે ઘાતક હથિયાર લઈને ઘરે મારવા આવે છે, ઇજા પોહચાડે છે, અપશબ્દ બોલે છે, કોઈ પણ કારણ વગર પણ મારી જાય છે, અમે બંને બહેનો એકલા રહીયે છીએ ગમે ત્યારે આવી ને મારી જાય છે, તેથી તેમને સમજાવવા માટે મહિલા હેલ્પ લાઇન નર્મદાની મદદ જોઇએ છે તેમ જણાવેલ.
તેથી મહિલા હેલ્પ લાઇન ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સિલગ કરતા જેઠ નો છોકરો ફૂલ વ્યસન કરી દાદાગીરી કરતાં જણાયો તેથી મહિલાએ પોતાની સલામતી માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જણાવ્યું, તેથી 181 અભ્યમ ટીમ મહિલાને નજીકનાં પોલીસ સ્ટેશનમાં લઈ જઇ ને ફરિયાદ કરવામાં મદદરૂપ થઈ હતી.
આમ 181 ટીમ એક પીડિત મહિલાને જેઠના છોકરાના ત્રાસથી બચાવવામાં મદદરૂપ થયેલ
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
