News of Tuesday, 27th August 2024
ડેડીયાપાડા તાલુકામાં નશેબાઝ પતિના ત્રાસના કિસ્સામાં 181 અભયમ ટીમે સુખદ સમાધાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ડેડીયાપાડા તાલુકાનાં એક ગામમાં રહેતી પિડીત મહિલા એ 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં કૉલ કરી પોતાની આપવીતીમાં મહિલા એ જણાવ્યું કે એમનાં પતિ વ્યસન કરી હેરાનગતી અને ઘર માં તોડફોડ કરે છે માટે તેમની મદદ માટે 181 અભયમ રેસ્ક્યું વાન ટીમ સ્થળ પર પહોંચી હતી.
મળતી માહિતી મુજબ પિડીત મહિલા પાસે થી જાણવા મળ્યું કે તેમના અરેજે મેરેજનાં દસ વર્ષ થયા જેમાં એક ત્રણ વર્ષ નો છોકરો છે પતિ છૂટક મજૂરી કામ કરે છે પતિ ઘરમાં વ્યસન કરવાં પેસા નાં મળતા પત્ની ને મારઝૂડ કરી ત્રાસ આપે અને ગામમાં દુકાન હોવાથી ત્યાં દેવું કરી આવે તેમજ આજે પત્ની મજુરી કામ કરવાં ભરૃચ જાય છે પતિએ બસો રૃપિયા શોધી આપવા જણાવ્યું જેથી પત્નીએ એમને બસો રૃપિયા શોધી આપ્યા અને તેઓ ડેડીયાપાડા થી પાછા વળી આવ્યા અને ઘરે વ્યસન કરી બધાં પેસા વાપરી આવ્યાં, પત્ની મજુરી કામ કરવાં ગઈ ત્યાંથી આવી ત્યારે ઘર માં ઝગડો કરવાં લાગ્યા અને વાસણ ફેંકી દીધા પત્ની ને ઘર માંથી નીકળી જા તેમ કહી મને મારવા દોડ્યા માટે 181 ટીમ બોલાવી ત્યારે 181 ટીમે પતિ સમજતા હોવાથી એમને સમસ્યા જાણી અને કાયદાકીય કાર્યવાહી સાથે જણાવ્યું કે વ્યસન સ્વાસ્થ્ય માટે જોખમ કારક છે જેનાથી માણસ પોતાનો જીવ ગુમાવી શકે છે તેમ સમજ આપી પતિ એ પત્ની પાસે માફી માંગી અને એક મોકો માગ્યો અને જણાવ્યું કે હવે પછી હું સારી રીતે રાખીશ, કામ કરીશ અને પત્ની સમજતા હોવાથી પતિ પત્ની નું સાંસારિક જીવન તૂટતાં બચાવ્યું, સુખદ સમાધાન કરાવતા દંપતી એ 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
