તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 27th August 2024
રાજપીપળા પાસેના ભદામ ટેકરા પાસે વૃક્ષ તૂટી પડતાં એક ગાયનું મોત : ત્રણ ગાયને ગંભીર ઈજાઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નાંદોદ તાલુકાના ભદામ ગામના ટેકરા પાસે ભારે વરસાદના કારણે અચાનક એક મોટું વૃક્ષ તૂટી પડતા ત્યાં નીચે બેઠેલી ચાર ગાયો પૈકી એકનું મોત થયું હતું જ્યારે ત્રણ ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ભદામ ગામના નવા તળાવ પાસે આવેલું એક મોવડાનું વૃક્ષ ભારે વરસાદમાં જમીનનું ધોવાણ થતાં આજે અચાનક આ વૃક્ષ તૂટી પડ્યું હતું અને ઝાડ નીચે બેઠેલી ચાર ગાયો માંથી એક ગાયનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે બીજી ત્રણ ગાય ને પાંસળીઓ તૂટી જતાં ગંભીર ઇજા થઈ હોય આ ત્રણ ગાય ઉભી પણ થઈ શકતી નથી જેના કારણે ગાય ના માલિક આ કુદરતી આફતના કારણે ચિંતા માં મુકાયા છે, અને પોતાની મહામૂલી અને મોંઘી ગાયો ની આવી હાલત થતા વળતરની આશા સેવી રહ્યા છે.
જાણવા મળ્યા મુજબ ભદામ રબારીવાસ માં રહેતા સતિષભાઇ જેસંગભાઈ રબારી ની આ ચાર ગાય છે અને ગાય ચરવા જતા વરસાદ વધુ પડતાં આ ઝાડ નીચે બેઠી હતી ત્યારે જ અચાનક ઝાડ તૂટ્યું અને આ દુઃખદ ઘણા બની
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
