<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમના ૬ દરવાજા ખોલી ૮૦૯૭૫ ક્યુસેક પાણી છોડાયું

ડેમના છ દરવાજા ૩.૨૦ મીટર સુધી ખોલી ૮૦૯૭૫ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે:કરજણ ડેમ અને નદી કાંઠાના વિસ્તારના લોકોને પાણીમાં ન જવા અને સાવધાની સતર્કતા રાખવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર છે. સરકાર દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે ૨૬મી ઓગષ્ટ, ૨૦૨૪ને સોમવારના રોજ બપોરે ૩:૦૦ કલાકની સ્થિતિએ આ ડેમની સપાટી ૧૦૯.૪૩ મીટર પહોંચી હતી. ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે હાલમાં ડેમના કુલ ૬ ગેટ ૩.૨૦ મીટર સુધી ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૮૦૯૭૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. 
અત્રે નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે ૬૮ હજાર ક્યુસેક પાણીની આવક થતાં ડેમ હાલમાં ૭૦.૯૧ ટકા જળરાશીથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે નાંદોદ તાલુકાના નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે

(11:20 AM IST)